નેશનલસ્પેશિયલ ફિચર્સ

તમારી પાસે પણ છે ICICI Bankનું ક્રેડિટ કાર્ડ? બે દિવસ બાદ થશે આ મહત્ત્વનો ફેરફાર, જાણી લેશો તો…

જો તમારું બેંક એકાઉન્ટ પણ આઈસીઆઈસીઆઈ બેંકનું ક્રેડિટ કાર્ડ (ICICI Bank Credit Card) છે તો આ સમાચાર તમારા માટે જ છે, કારણ કે બે દિવસ બાદ 15મી નવેમ્બરથી ક્રેડિટ કાર્ડ સંબંધિત અનેક નિયમમાં મહત્ત્વના ફેરફાર થવા જઈ રહ્યા છે, જેની અસર તમારા ખિસ્સા પર જોવા મળશે. આ બદલાયેલા નિયમમાં એરપોર્ટ લાઉન્જ એક્સેસથી લઈને યુટિલિટી ટ્રાન્ઝેક્શન અને રિવોર્ડ્સ પોઈન્ટ સુધીના નિયમનો સમાવેશ થાય છે.

ફ્રી લાઉન્જ એક્સેસ લિમિટ વધારાશે
મળી રહેલી માહિતી પ્રમાણે આઈસીઆઈસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમમાં થઈ રહેલાં ફેરફારની અસર વિવિધ કાર્ડ કેટેગરીમાં રિવોર્ડ પોઈન્ટ, ટ્રાન્ઝેક્શન ફી અને બેનેફિટ્સ પર જોવા મળશે. ક્રેડિટ કાર્ડમાં જે નવો રૂલ લાગુ થવા જઈ રહ્યા છે એમાં બેંકના ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સને કોમ્પ્લિમેન્ટ્રી એરપોર્ટ લાઉન્જ એક્સેસ માટે હવે એક ક્વાર્ટરમાં કાર્ડથી 75,000 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડશે. પહેલાં આ મર્યાદા 35,000 રૂપિયા જેટલી હતી.

ફ્યુઅલ સરચાર્જ વેવર સંબંધિત નિયમ પણ બદલાશે
પ્રાઈવેટ સેક્ટરની સૌથી મોટી બીજા નંબરની બેંક છે આઈસીઆઈસીઆઈ બેંક. આ બેંકે ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે ફ્યુઅલ સરચાર્જ વેવરના નિયમમાં પણ ફેરફાર કર્યો છે. બેંક દ્વારા હવે ક્રેડિટ કાર્ડ પોર્ટફોલિયો માટે દર મહિના 50,000 રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન પર ફ્યુઅલ સરચાર્જ ફ્રી થશે. જોકે, એક્સક્લ્યુઝિવ એમરાલ્ડ માસ્ટરકાર્ડ મેટલ ક્રેડિટ કાર્ડ માટે આ લિમિટ દર મહિનાના એક લાખ રૂપિયા જેટલી રાખવામાં આવી છે.

આ પણ વાંચો : SBI, ICICI, HDFC બેંકોને લઈને RBIએ આપી મહત્ત્વની માહિતી, તમારું પણ ખાતું હોય તો જાણી લેજો…

યુટિલિટી અને ઈન્શ્યોરન્સ પેમેન્ટના રૂલમાં થશે ફેરફાર
યુટીલિટી ટ્રાન્ઝેક્શન હેઠળ પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ્સ (રૂબિક્સ, સૈફિરો, એમરાલ્ડ) પર આશરે 80,000 રૂપિયા સુધીના મંથલી એક્સ્પેન્સ અને આ લિમિટ સુધીના ઈન્શ્યોરન્સ પેમેન્ટ પર રિવોર્ડ પોઈન્ટ મળશે. આ સિવાય એડિશનલ અન્ય કાર્ડ માટે આ લિમિટ 40,000 રૂપિયા સુધીનો મંથલી એક્સ્પેન્સ કે ઈન્શ્યોરન્સ પેમેન્ટ નક્કી કરવામાં આવી છે.

સપ્લીમેન્ટ્રી કાર્ડ પર ફીની સાથે આ પણ બદલાશે
આઈસીઆઈસીઆઈ બેંકના નવા બદલાવો અંતર્ગત સપ્લીમેન્ટ્રી કાર્ડ હોલ્ડર્સ પર 199 રૂપિયાની એન્યુઅલ ફી લાગુ કરવામાં આવી છે, જે કાર્ડ એનિવર્સરી મંથ સ્ટેટમેન્ટમાં જોડાશે. આ સિવાય એજ્યુકેશન સહિત યુટિલિટી લેવડદેવડ માટે ક્રેડ, પેટીએમ કે મોબીક્વિક જેવા થર્ડ પાર્ટી પેમેન્ટ પ્લેફોર્મ્સનો ઉપયોગ કરીને પેમેન્ટ કરીને ટ્રાન્ઝેક્શન એમાઉન્ટ પર એક ટકો ચાર્જ લાગુ કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button