187 રૂપિયાની Ice Cream Swiggyને પડી 5000 રૂપિયામાં, આવો જોઈએ શું છે આખો કિસ્સો…
ક્યારેય વિચાર્યું છે ખરું કે 100 રૂપિયાવાળી આઈસ્ક્રીમ ઓર્ડર કરનાર કસ્ટમરને Swiggyએ 5000 રૂપિયાનુ વળતર આપવું પડશે? સાંભળવામાં ભલે તમને જરા વિચિત્ર લાગે પણ આ હકીકત છે. આ વિચિત્ર કિસ્સો છે આઈટી હબ બની રહેલાં બેંગ્લુરુનો. અહીં એક કન્ઝ્યુમર કોર્ટે ફૂડ ડિલીવરી કંપની Swiggyની વિરુદ્ધ ચૂકાદો આપતા ગ્રાહકને 5000 રૂપિયાનું વળતર ચૂકવવાના આદેશ આપ્યો હતો. આવો જોઈએ શું છે આખો માંજરો…
વાત જાણે એમ છે કે જાન્યુઆરી, 2023માં એક મહિલાએ Swiggy પરથી નટી ડેથ બાય ચોકલેટ આઈસ્ક્રીમ ઓર્ડર કરી હતી. ડિલીવરી બોય તો આઈસ્ક્રીમની દુકાન પરથી એ આઈસ્ક્રીમ લઈને મહિલાને ડિલીવર કરવા નીકળી ગયો. પરંતુ એ આઈસ્ક્રીમ મહિલા સુધી પહોંચી જ નહીં. તેમ છતાં Swiggy એપ પર ખોટી રીતે ઓર્ડર ડિલીવર દેખાડવામાં આવ્યું હતું.
આપણ વાંચો: ટીનેજ ચેસસમ્રાટ ગુકેશ પર લાખો રૂપિયાના ઇનામની વર્ષા
હિલાએ જ્યારે Swiggyના કસ્ટમર કેરમાં ફોન કરીને પૈસા પાછા માંગ્યા તો એનો કોઈ ફાયદો થયો નહીં. મહિલાએ આખરે કન્ઝ્યુમર કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.
કોર્ટે એ વાત માન્ય રાખી કે Swiggyએ કસ્ટમરને સર્વિસ નથી આપી અને અનીતિ આચરી છે, એટલે કોર્ટે Swiggyને મહિલાને 3000 રૂપિયાનું વળતર અને 2000 રૂપિયાની તેના વકીલની ફી ચૂકવવાનો આદેશ આપ્યો છે. Swiggyએ આ કેસમાં બચવાની પૂરેપૂરી કોશિશ કરી હતી પણ કંઈ થઈ શક્યું નહીં. Swiggyનું કહેવું છે તેઓ તે કસ્ટમર અને રેસ્ટોરન્ટ વચ્ચેનું એક માધ્યમ છે. ડિલીવરીવાળાની ભૂલ માટે Swiggyને દોષી ના ઠેરવી શકાય. આ સિવાય Swiggyના જણાવ્યા અનુસાર એક વખત એપ પર ઓર્ડર ડિલીવર આવી જાય ત્યાર બાદ તેઓ આ કેસની તપાસ નથી શકતા કે હકીકતમાં માલ-સામાનની ડિલીવરી થઈ છે કે નહીં.
કોર્ટે Swiggyની આ વાતને માન્ય નહીં રાખી અને કોર્ટના જણાવ્યા અનુસાર ગ્રાહકના પૈસા પાછા ન આપવા, જ્યારે કે આઈસ્ક્રીમ ગ્રાહક સુધી પહોંચી જ નથી તો એ એક ખરાબ સર્વિસ અને સ્કેમ છે. મહિલાએ પહેલાં રૂપિયા 10,000નું વળતર અને રૂપિયા 7,500 વકીલની ફી પેટે માંગ્યા હતા. પણ કોર્ટને આ રકમ વધારે લાગી એટલે તેમણે Swiggy 5000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો આપ્યો હતો.