પરમાણુ બોમ્બથી હજાર ઘણો ખતરનાક હોય છે હાઈડ્રોજન બોમ્બ, જાણો વિગતે…

વિશ્વમાં હાલ ચાલી રહેલા રશિયા અને યુક્રેન યુદ્ધ દરમિયાન પરમાણુ બોમ્બની ચર્ચા પ્રકાશમાં આવી છે. જેમાં હાલમાં જ ઉત્તર કોરિયાએ તાજેતરના તેના પરમાણુ પરીક્ષણમાં હાઇડ્રોજન બોમ્બ સફળતાપૂર્વક વિસ્ફોટ કર્યો છે. જ્યારે આ દાવાની પુષ્ટિ થઈ નથી. તેના લીધે હાઇડ્રોજન બોમ્બની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. ત્યારે એ સમજવાની જરૂર છે કે હાઇડ્રોજન બોમ્બ શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે.
આપણે સમજીએ તો હાઇડ્રોજન બોમ્બ એ એક પ્રકારનું પરમાણુ હથિયાર છે જે ફ્યુઝન રિએકશનનો ઉપયોગ કરીને અણુ બોમ્બ કરતાં વધુ શક્તિશાળી વિસ્ફોટ કરે છે. જે વિભાજન પ્રતિક્રિયાનો ઉપયોગ કરે છે. પરમાણુ બોમ્બ એ ફસ્ટ જનરેશન વેપન છે. જ્યારે હાઇડ્રોજન બોમ્બ અથવા થર્મોન્યુક્લિયર હથિયાર વધુ અદ્યતન અને સેકન્ડ જનરેશન વેપન છે. જે ફ્યુઝન વિસ્ફોટને ટ્રિગર કરવા માટે ફિશન બોમ્બની ઊર્જાનો ઉપયોગ કરે છે.
હાઇડ્રોજન બોમ્બ પરમાણુ બોમ્બ કરતાં ઘણો ખતરનાક અને શક્તિશાળી હોય છે. તેની વિનાશક શક્તિ પરમાણુ બોમ્બ કરતાં સેંકડોથી હજારો ગણી વધારે હોઈ શકે છે.
હાઇડ્રોજન બોમ્બની શકિત મેગાટનમા માપવામાં આવે છે
પરમાણુ બોમ્બની શકિત કિલોટનમાં માપવામાં આવે છે. ત્યારે હાઇડ્રોજન બોમ્બની શકિત મેગાટનમા માપવામાં આવે છે. તેને સમજીએ તો જાપાનના હિરોશિમા પર છોડવામાં આવેલા પરમાણુ બોમ્બની શકિત આશરે 15 કિલોટન હતી. જ્યારે પરીક્ષણ કરાયેલા સૌથી મોટા હાઇડ્રોજન બોમ્બની શકિત 50 મેગાટનથી વધુ હતી.
અમેરિકાએ 1950માં પ્રથમ સફળ હાઇડ્રોજન બોમ્બ પરીક્ષણો કર્યા
અમેરિકાએ વર્ષ 1950 ના દાયકામાં તેના પ્રથમ સફળ હાઇડ્રોજન બોમ્બ પરીક્ષણો કર્યા હતા. આ બોમ્બની શક્તિ 10,000 કિલોટન કે તેથી વધુ હતી. જે હિરોશિમા અને નાગાસાકી પર ફેંકાયેલા બોમ્બ કરતા અનેક ગણી વધારે હતી. નિષ્ણાતો માને છે કે ઉત્તર કોરિયાના તાજેતરના પરીક્ષણની શક્તિ ઓછામાં ઓછી 140 કિલો ટન હતી. જે તેને હિરોશિમામાં 15 કિલો ટન અને નાગાસાકીમાં 18 કિલો ટન કરતા સાત થી આઠ ગણી વધુ શક્તિશાળી હતી.
હાઇડ્રોજન બોમ્બ વિભાજન અને ફ્યુઝન ઉપયોગ કરે છે
હાઇડ્રોજન બોમ્બ વિભાજન અને ફ્યુઝન બંનેનો ઉપયોગ કરે છે. જે ઉચ્ચ વિસ્ફોટક ઊર્જા ઉત્પન્ન કરે છે. આ તે પ્રક્રિયા છે જે સૂર્ય અન્ય તારાઓને બાળીને કરે છે. હાઇડ્રોજન બોમ્બને થર્મોન્યુક્લિયર બોમ્બ પણ કહેવામાં આવે છે કારણ કે તેને ફ્યુઝન માટે અત્યંત ઊંચા તાપમાનની જરૂર પડે છે. હાઇડ્રોજન વિસ્ફોટના બે તબક્કા હોય છે.



