યુરોપિયન દેશોને રશિયાના ‘હાઈબ્રીડ યુદ્ધ’નો ડર, જાણો કેવી રીતે થાય છે આ યુદ્ધ | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

યુરોપિયન દેશોને રશિયાના ‘હાઈબ્રીડ યુદ્ધ’નો ડર, જાણો કેવી રીતે થાય છે આ યુદ્ધ

એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 4 વર્ષથી છેડાયેલું યુદ્ધ વિરામ લેવાનું નામ લઈ રહ્યું નથી. બીજી તરફ હવે યુરોપિયન દેશોને પણ રશિયા પોતાના પર હુમલો કરશે એવી આશંકા વર્તાઈ રહી છે. યુરોપિયન દેશોને જે યુદ્ધની આશંકા છે, તે જાહેર યુદ્ધ નથી. પરંતુ હાઈબ્રીડ યુદ્ધ છે. હાઈબ્રીડ યુદ્ધ અને વાસ્તવિક યુદ્ધમાં શું તફાવત છે, આવો જાણીએ.

હાઈબ્રીડ યુદ્ધ કેવું હોય છે?

હાઈબ્રીડ યુદ્ધ અસલ યુદ્ધ જેવું જ હોય છે. પરંતુ તેનું સ્વરૂપ અલગ છે. કારણ કે આ યુદ્ધમાં સૈનિકો સીધી રીતે જાહેરમાં લડતા નથી. સૈનિકો છૂપાઈને હુમલો કરે છે. આ યુદ્ધ પરંપરાગત અને આધુનિક રીતોનું મિશ્ર સ્વરૂપ છે. આ યુદ્ધમાં જાહેરમાં હુમલો કરવાને બદલે અન્ય છૂપી રીતે હુમલો કરવામાં આવે છે. આવા હુમલાઓમાં સાયબર અટેકનો સમાવેશ થાય છે. ચૂંટણી સમયે વિરોધી પક્ષને જીતાડવો, સરહદ પર ડ્રગ્સ વગેરેની તસ્કરી વધારી દેવી, આ પ્રકારની ગતિવિધિઓનો પણ હાઈબ્રીડ યુદ્ધમાં સમાવેશ થાય છે.

સાંભળવામાં આ યુદ્ધ જેવું લાગતું નથી, પરંતુ આ યુદ્ધ કરતા પણ વધારે ઘાતક હોય છે. આમાં યુદ્ધની જાહેરાત કરવામાં આવતી નથી. જ્યાં સુધી સામા પક્ષને હાઈબ્રીડ યુદ્ધના લક્ષણોની જાણ થાય ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હોય છે. તેથી સામા પક્ષને પલટવાર કરવાનો મોકો પણ મળતો નથી. આ યુદ્ધમાં યુદ્ધવિરામ જેવી બાબત પણ લાગુ પડતી નથી. આ યુદ્ધની અસર નાગરિકો અને દેશની અર્થવ્યવસ્થા પર થાય છે.

યુરોપિયન દેશો પર હાઈબ્રીડ યુદ્ધની આશંકા

યુક્રેનના ક્રિમિયા પર રશિયાએ આ જ રીતે કબજો જમાવ્યો છે. પોલેન્ડ, ડેન્માર્ક અને એસ્ટોનિયા જેવા યુરોપિયન દેશોને પણ રશિયાએ તેમની વિરુદ્ધ હાઈબ્રીડ યુદ્ધ છેડ્યું હોવાની આશંકા છે. યુરોપિયન મીડિયા સૂત્રોના જણાવ્યાનુસાર, રશિયા દ્વારા સોશિયલ મીડિયા અને હેકિંગનો ઉપયોગ કરીને યુરોપમાં અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.

જો રશિયાએ યુરોપિયન દેશો વિરુદ્ધ હાઈબ્રીડ યુદ્ધ છેડ્યું છે, આ યુદ્ધના લક્ષણો પ્રમાણે તેને અટકાવવાનો કોઈ ઉપાય નથી. જોકે, હાઈબ્રીડ યુદ્ધના સંકટોને ધ્યાનમાં રાખીને યુરોપિયન દેશો NATOમાં પોતાનું ડિફેન્સ બજેટ વધારવાની વિચારણા જેવા પગલાઓ ભરી રહ્યા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button