નેશનલસ્પેશિયલ ફિચર્સ

Husbandની વધારે પડતી ચા પીવાની આદતથી કંટાળેલી Wifeએ કર્યું કંઈક એવું કે…

ચા એ ભારતનું રાષ્ટ્રીય પીણું છે અને ટી-લવર્સની આપણે ત્યાં કોઈ જ કમી નથી. લોકો ભલે એવું કહેતાં હોય કે દુનિયામાં ત્રીજું વિશ્વ યુદ્ધ પાણીને કારણે થશે, પણ ચાપ્રેમીઓની વાત પર વિશ્વાસ કરીએ તો ત્રીજું વિશ્વ યુદ્ધ ચાને કારણે જ થશે, કારણ કે આ ચાના કારણે જ પતિ-પત્ની વચ્ચે જોરદાર બબાલ (Husband Wife Fight Over Tea) થઈ ગઈ છે અને પત્નીએ કંઈક એવું કર્યું કે જેના વિશે તમે કલ્પના પણ નહીં કરી હોય.

ચાલો જણાવીએ શું છે આખો મામલો-

ઘટના કાનપુરની છે અને નવું નવું પરિણીત નવદંપતિ એકદમ ખુશ-ખુશહાલ હતું. પત્ની પણ પોતાના પતિથી એકદમ ખુશ હતી કારણ કે તેની ઈચ્છા પૂરી કરવા માટે પતિ જમીન આસમાન એક કરી નાખતો હતો. પરંતુ આવા આ પતિની એક જ ડિમાન્ડ પૂરી કરતાં કરતાં પત્ની એટલી બધી કંટાળી ગઈ હતી કે નહીં પૂછો વાત. વાત જાણે એમ છે કે પતિ એકદમ ચાનો શોખીન હતો. પતિનો ચા માટેનો પ્રેમ એટલો બધો હતો પત્નીની દિલકશ અદાઓ પણ ચાની ચૂસકી સામે
ફિકી પડી રહી હતી.

આ પણ વાંચો: દલજીત કૌર પહોંચી ગઇ કેન્યા, શું પતિની બેવફાઇ ભૂલશે?

પતિને દિવસમાં ઓછામાં ઓછી પાંચથી છ વખત ચા પીવા જોઈએ. પતિની આ આદતથી પરેશાન પત્નીએ આ ટેવ છોડાવવા માટે તમામ ઉપાયો અજમાવી લીધા, પણ કેમેય કરીને પતિની આ આદત છુટી નહી. ઘણી વખત તો એવું પણ થયું કે બંને વચ્ચે ચાને કારણે વિવાદ પણ થયા.

વારંવાર પતિ દ્વારા કરવામાં આવતી ચાની ડિમાન્ડથી કંટાળીને પત્નીએ એક દિવસ એવું પગલું ભર્યું કે જેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય. પતિની ચાની આદતથી કંટાળીને ઘરની ઉપર લગાવવામાં આવેલી એક હજાર લિટરની પાણીની ટાંકીમાં જ દૂધ, સાકર અને ચાની ભૂક્કી નાખી દો અને બાકીનું કામ 50 ડિગ્રીની ગરમીએ કરી દીધું .

બસ પછી તો પૂછવું જ શું ઘરના નળમાંથી પાણીને બદલે ચા આવવા લાગી. પતિ પણ ગાંજ્યો જાય એવો નહોતો. પતિ, પત્નીના આ કારનામાથી એટલો ખુશ થઈ ગયો કે તેણે તેની પસંદની ફિલ્મના ત્રણ-ત્રણ શો એક સાથે દેખાડી દીધા.

પાણીની ટાંકીમાં જ ચા બનાવનારી પત્નીના આઈડિયાએ જ્યાં એક તરફ પતિને ખુશ કરી દીધો હતો, પણ હવે પતિએ નવી ફરિયાદ કરી છે. પતિ હવે એવી ફરિયાદ કરી રહ્યો છે કે ચા તો ઠીક જ છે, પણ એમાં અદરકનો સ્વાદ નથી આવી રહ્યો છે. હવે પતિની આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પત્નીએ બજારથી 100 કિલો અદરક પણ મંગાવી લીધું છે, જેથી એ પોતાના પતિનું દિલ જિતી શકે…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button