સ્પેશિયલ ફિચર્સ

આ રીતે સ્ટોર કરશો Green Peasને તો રહેશે આખું વર્ષ લીલાછમ્મ

અત્યારે સરસમજાનો શિયાળો જામી રહ્યો છે અને શિયાળાની એક સૌથી મોટી અને મહત્ત્વની ખાસિયત વિશે વાત કરીએ તો આ સિઝનમાં સરસ મજાની લીલી શાકભાજીઓ બજારમાં જોવા મળે છે. આ જ કારણે શિયાળાની સિઝનને શાકભાજીની સિઝન તરીકે પણ ઓળખવામાં આવે છે અને એમાં પણ ખાસ કરીને લીલા વટાણા (Green Peace)ને શિયાળાનું સૌથી મહત્ત્વપૂર્ણ ઘટક માનવામાં આવે છે. આ લીલા નાના નાના દાણા એન્ટિ ઓક્સિડન્ટ્સથી ભરપૂર છે અને તેને વિવિધ વિટામીન, મિનરલ્સનો એક મોટો સ્રોત માનવામાં આવે છે.

સિઝનમાં તો આપણે મનભરીને લીલા વટાણા (Green Peas)નો સ્વાદ માણીએ છીએ, પણ આપણામાંથી ઘણા લોકો ઓફ સિઝન માટે પણ લીલા વટાણા (Green Peas) સ્ટોર કરતાં હોય છે, પણ ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે કે કંઈ પણ કરી લો લીલા વટાણા (Green Peas)નો કલર બદલાઈ જાય છે અને જો કલર લીલો રહે છે તો તેનો સ્વાદ બદલાઈ જાય છે. આજે અમે અહીં તમારા માટે કેટલીક એવી ટિપ્સ લઈને આવ્યા છીએ કે જેની મદદથી તમે લીલા વટાણા (Green Peas)ને મહિનાઓ પછી પણ ઉપયોગમાં લેશો તો પણ તેનો કલર તો ગ્રીન જ રહેશે. આવો જોઈએ શું છે આ ટિપ્સ…


Blanching કરો:
લીલા વટાણા (Green Peas)ને સૌથી પહેલાં તો Blanching Basket એટલે કે ચાળણીનો ઉપયોગ કરીને ઉકળતાx પાણીમાં એકથી બે મિનિટ માટે Blanch કરી લો. ત્યાર બાદ તરત જ લીલા વટાણા (Green Peace)ને ઠંડા બરફના પાણીમાં નાંખો. આવું કરવાથી લીલા વટાણા (Green Peas)નો લીલો રંગ જળવાઇ રહેશે અને એની સાથે સાથે જ તેના મિનરલ્સ પણ જળવાઈ રહે છે.


Air Tight કે Zip Lockમાં કરો સ્ટોર:
એક વખત લીલા વટાણા (Green Peace) ઠંડા પડી જાય એટલે તેને સાફ કપડાં કે પેપર નેપકિનનો ઉપયોગ કરીને સૂકવી દો. હવે આ લીલા વટાણા (Green Peas)ને Air Tight કે Zip Lock બેગ, ફ્રીઝર-સેફ કન્ટેનર અથવા હેવી-ડ્યુટી ફ્રીઝર બેગમાં સ્ટોર કરી લો.
આ રીતે પણ લીલા વટાણા (Green Peas)ને કરી શકાય છે સ્ટોર સૌથી પહેલાં એક સોસ પેનમાં 3થી 4 લિટર પાણી ઉકાળી લો અને જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં એક ચમચી મીઠું, બે ચમચી સાકર અને એક ચપટી ખાવાનો સોડા એડ કરો. ખાવાનો સોડા ઓપ્શનલ છે, પણ એના ઉપયોગથી લાંબા સમય સુધી લીલા વટાણા (Green Peas
)નો કલર ગ્રીન રહે છે.

આટલી વસ્તુઓ નાખી દીધા બાદ જ્યારે પાણી ફરીથી ઉકળવા લાગે ત્યારે એમાં લીલા વટાણા (Green Peas) નાખીને બે મિનિટ ઉકાળી લો. હવે આ લીલા વટાણા (Green Peas)ને બરફના ઠંડા પાણીમાં નાખી દો. ઠંડા પડે એટલે તેને સૂકાવીને કન્ટેરમાં ઓફ સિઝન માટે સ્ટોર કરી લો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button