PAN Card ખોવાઈ ગયું છે? 100 રૂપિયામાં આ રીતે ઘરેબેઠાં મેળવો પાછું…

ભારતીય નાગરિકો માટે આધાર કાર્ડ, પેન કાર્ડ, વોટર આઈડી કાર્ડ ખૂબ જ મહત્ત્વના ડોક્યુમેન્ટ્સ માનવામાં આવે છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે આ ડોક્યુમેન્ટ્સ ખોવાઈ જાય છે કે ચોરાઈ જાય છે. આવા સમયે ખૂબ જ મોટી પળોજણમાં પડી ગયા હોય એવી લાગણી થાય છે કારણ કે તે પાછા બનાવવા માટે સરકારી ઓફિસના ધક્કા ખાવા પડે છે. પરંતુ આજે અમે અહીં તમારા માટે ખૂબ જ કામની માહિતી લઈ આવ્યા છીએ. આ સ્ટોરીમાં આપણે જાણીશું કે કઈ રીતે તમે તમારું ખોવાયેલું પેનકાર્ડ ઘરે બેઠા મિનિટોમાં બનાવી શકો છો અને એ પણ માત્ર 100 રૂપિયામાં… ચાલો જોઈએ શું છે આખી પ્રોસેસ…
પેનકાર્ડ દરેક ભારતીય નાગરિકો માટે એક જરૂરી ડોક્યુમેન્ટ બની ચૂક્યું છે. ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા સિવાય બેંક એકાઉન્ટ ખોલાવવા માટે, લોન માટે અરજી કરવા, ક્રેડિટ કાર્ડ લેવા જેવા અનેક કામ માટે પેનકાર્ડ કામ આવે છે. આવી સ્થિતિમાં જો તમારું પેનકાર્ડ ખોવાઈ જાય છે તો તમારા માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.
એક સમય હતો કે જ્યારે પેનકાર્ડ ખોવાઈ જાય ત્યારે ડુપ્લિકેટ પેનકાર્ડ મેળવવા માટે લાંબી લાંબી લાઈનોમાં કલાકો સુધી રાહ જોવી પડતી હતી. પરંતુ હવે સમય બદલાયો છે અને ડિજિટલ વર્લ્ડમાં આ કામ સરળ બની ગયું છે. તમે ઘરે બેઠા બેઠા મોબાઈલ કે લેપટોપની મદદથી ડુપ્લિકેટ પેનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. સરકારે આ માટે એનએસડીએલ અને યુટીઆઈઆઈસીએસએલ જેવી ઓફિશિયલ વેબસાઈટ શરૂ કરી છે, જ્યાંથી તમે મિનિટોમાં જ ઈ-પેનકાર્ડ કે ડુપ્લિકેટ પેન કાર્ડ મેળવી શકો છો.
ફોલો કરો આ સિમ્પલ સ્ટેપ્સઃ
⦁ સૌથી પહેલાં તો એનએસડીએલની ઓફિશિયલ વેબસાઈટ http://www.onlineservices.nsdl.com પર જાવ
⦁ અહીં હોમપેજ પર તમને રિ-પ્રિન્ટ પેનકાર્ડ કે ડાઉનલોડ ઈ-પેનનું ઓપ્શન દેખાશે
⦁ અહીં તમારે પેન નંબર, આધાર નંબર, ડેટ ઓફ બર્થ જેવી માહિતી આપવી પડશે
⦁ ત્યાર બાદ કેપ્ચા કોડ નાખીને સબ્મિટ કરી દો.
⦁ તમારા આધારકાર્ડ સાથે રજિસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવશે
⦁ ઓટીપી નાખીને વેરિફિકેશન કમ્પલિટ કરો.
⦁ ડુપ્લિકેટ પેનકાર્ડ માટે તમારે 50થી 100 રૂપિયાનો ચાર્જ આપવો પડશે
⦁ પેમેન્ટ યુપીઆઈ, ડેબિટકાર્ડ કે નેટ બેકિંગથી કરી શકાય છે
⦁ પેમેન્ટ સક્સેસફૂલ થતાં જ ઈમેલ પર ઈ-પેન આવી જશે પીડીએફ ફોર્મેટમાં
યુટીઆઈઆઈટીએસએલ પરથી આ રીતે સિમ્પલી ડાઉનલોડ કરો પેનકાર્ડ
⦁ સૌથી પહેલાં તો એનએસડીએલની ઓફિશિયલ વેબસાઈટ http://www.utiitsl.com પર જાવ
⦁ અહીં હોમપેજ પર તમને રિ-પ્રિન્ટ પેનકાર્ડ કે ડાઉનલોડ ઈ-પેનનું ઓપ્શન દેખાશે
⦁ અહીં તમારે પેન નંબર, આધાર નંબર, ડેટ ઓફ બર્થ જેવી માહિતી આપવી પડશે
⦁ તમારા આધારકાર્ડ સાથે રજિસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવશે
⦁ ઓટીપી નાખીને વેરિફિકેશન કમ્પલિટ કરો
⦁ ડુપ્લિકેટ પેનકાર્ડ માટે તમારે 50થી 100 રૂપિયાનો ચાર્જ આપવો પડશે
⦁ પેમેન્ટ યુપીઆઈ, ડેબિટકાર્ડ કે નેટ બેકિંગથી કરી શકાય છે
⦁ પેમેન્ટ સક્સેસફૂલ થતાં જ ઈમેલ પર ઈ-પેન આવી જશે પીડીએફ ફોર્મેટમાં
⦁ 7થી 15 દિવસમાં તમને ઘરે ફિઝિકલ પેનકાર્ડની કોપી પણ આવી જશે
આ પણ વાંચો…મૃત્યુ બાદ શું કરવું જોઈએ મૃતકના પેનકાર્ડનું? જાણી લો નહીંતર મુશ્કેલીમાં પડશો…