સ્પેશિયલ ફિચર્સ

શું તમે ખાઈ ખાઈને ભૂખ્યા રહો છો? તો આ કારણો જવાબદાર હોઈ શકે

નાના બાળકો રમતા હોય અને દર બે કલાકે ભૂખ્યા થઈ જાય તે સમજી શકાય, પરંતુ જો તમે પૂરતા પ્રમાણમાં ભોજન લો અને કોઈ ખાસ શારીરિક શ્રમ કર્યા વિના ભૂખ લાગે છે તો આ માત્ર ડાયાબિટિસ નહીં બીજી ઘણી સમસ્યાઓના સંકેત હોઈ શકે. શરીરને લગત ઘણી સ્થિતિ એવી હોય છે જે રોગ કે બીમારી ન કહી શકાય, પણ આવી સ્થિતિઓ બીમારી નોતરવા માટે કારણભૂત હોય છે. તો આવો જાણીએ જો તમે ખાઈ ખાઈને ભૂખ્યા રહેતા હો એટલે કે તમને વારંવાર ભૂખ લાગતી હોય તો તે સ્થિતિ શું જણાવે છે.

શૂગરનું અસંતુલનઃ

જો તમે પૂરતું ભોજન લીધું હોવા છતાં છતાં દર બે-ત્રણ કલાકે ભૂખ્યા થઈ જાઓ છો તો એક તો તમારી પાચનક્રિયા શિથિલ છે. બાકી લોહીમાં જો શૂગરનું પ્રમાણ ઓછું હોય તો પણ આવી સ્થિતિ સર્જાય છે. તમને લૉ શૂગર હોય તો જેમ જેમ શૂગરનું સ્તર ઘટે તેમ તેમ શરીરમાં શક્તિ ઘટે છે અને તમને ખાવાનું મન થાય છે. આ ડાયાબિટિસની પણ શરૂઆત હોઈ શકે છે.

સ્ટ્રેસ અને ઊંઘની કમીઃ

સામાન્ય રીતે ખાતોપીતો માણસ એટલે કે ખુશ માણસ એવી આપણા સૌની ધારણા હોય છે, પણ જો તમે ભૂખ વિના વારંવાર ખાઓ છો અથવા તો તમને કસમયે ખાવાની ક્રેવિંગ થાય છે તેનો મતલબ કે તમે સ્ટ્રેસમાં છો. જી હા, સ્ટ્રેસમાં માણસ મોટેભાગે વધારે ખાય છે અને તેથી જ સ્ટ્રેસ વજન વધારે છે. બીજું કારણ એ છે કે જો તમારી ઊંઘ પર્યાપ્ત ન થઈ હોય ત્યારે હોર્મોન્સ અસંતુલિત થાય છે અને તમને ભોજન પચતું નથી અને વારંવાર ભૂખ લાગે છે.

વધારે પ્રોસેસ્ડ ફૂડ અને મીઠાઈઃ જે લોકો વધારે મીઠાઈ ખાતા હોય અથવા બહારનું અને પ્રોસેસ્ડ ફૂડ જો વધારે ઉપયોગમાં લેતા હોય તો પણ વારંવાર ભૂખ લાગે છે.

તો શું કરશો

જો તમને પણ વારંવાર ભૂખ લાગતી હોય તો અમુક ઉપાયો તમને આપી શકાય. તમારા ખોરાકમાં ફાઇબર અને પ્રોટીન વધારો જેથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે. ખાંડવાળા અને પ્રોસેસ્ડ ખોરાકનું સેવન ઓછું કરો. પૂરતી ઊંઘ લો અને મનને તાજગી આપે તેવી પ્રવૃત્તિઓ કરો.

આ પણ વાંચો…..તમે ખાવ છો એ પનીર અસલી છે કે નકલી, આ રીતે ચપટી વગાડતામાં ઓળખો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button