શું તમને પણ લાગી ગઈ છે આ ખરાબ આદત? છોડવા માટે ફોલો કરો સિમ્પલ સ્ટેપ્સ…

આજકાલ જમાનો ડિજિટલ છે અને આપણામાંથી અનેક લોકો દિવસનો મોટાભાગનો સમય ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વીટર, સ્નેપચેટ જેવા વિવિધ સોશિયલ મીડ્યા પ્લેટફોર્મ પર પસાર કરે છે. સોશિયલ મીડિયાને કારણે દૂર દૂર રહેતાં લોકો એકબીજાની નજીક આવ્યા છે, પણ આની એક બીજી સાઈડઈફેક્ટ એ પણ જોવા મળી રહી છે એક જ ઘરમાં રહેતાં લોકો એકબીજાથી દૂર થઈ રહ્યા છે. એટલું જ નહીં અવારનવાર એવા કિસ્સા પણ સામે આવી રહ્યા છે કે જેમાં સોશિયલ મીડિયાને કારણે યુવાનોએ જીવ ગુમાવ્યા હોય. આજે અમે અહીં તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું કે જેની મદદથી તમે સોશિયલ મીડિયાની લત છોડી શકશો.
અનેક લોકોને એવી ટેવ હોય છે કે સવારે ઉઠે ત્યારથી લઈને રાતે ઉંઘે ત્યાં સુધી મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરવામાં પસાર કરે છે. એક સમય બાદ આ લોકો ઈચ્છે તો પણ સોશિયલ મીડિયાથી દૂર નથી રહી શકતા. આ એક એવી લત છે કે માનસિક અને શારીરિક રીતે બીમાર કરી શકે છે. જો તમને પણ આવી સમસ્યા છે તો આજે અમે અહીં તમને કેટલીક ટિપ્સ વિશે જણાવીશું કે જેની મદદથી તમે એમાંથી સરળતાથી બહાર આવી શકશો.
આ પણ વાંચો: તમને પણ લાગી ગઈ છે આવા વીડિયો જોવાની લત? આ રીતે મેળવો મુક્તિ…
સોશિયલ મીડિયાની લત છોડો એ પહેલાં તો એ સમજવું જરૂરી છે કે આખરે આ લત લાગે કેમ છે તો આ સવાલનો જવાબ એવો છે કે જ્યારે તમે સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરો છો તો દરેક વખતે કંઈક નવું જોવા મળે છે. આવી સ્થિતિમાં તમારા મગજમાં ડોપામાઈન નામનું હોર્મોન રીલિઝ થાય છે, જે તમને સંતુષ્ટિનો અહેસાસ કરાવે છે અને આ જ કારણ છે કે તમને વારંવાર સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરવાનું મન થાય છે.
સોશિયલ મીડિયાથી છુટકારો મેળવવા માટે આટલું કરો-
સોશિયલ મીડિયાથી દૂર રહેવા માટે તમે ફેમિલી અને મિત્રો સાથે સમય પસાર કરી શકો છો, ગમતી એક્ટિવિટી કરો, ફોનના ઉપયોગને મર્યાદિત કરો, ડિજિટલ ડિટોક્સ સહિતના કેટલાક ઉપાયો અજમાવી શકો છો.
એક દિવસ ડિજિટલ ડિટોક્સઃ

સોશિયલ મીડિયાથી દૂર થવું એટલું પણ સહેલું નથી એટલે તેની શરૂઆત એક દિવસ કે વીકએન્ડ ડિજિટલ ડિટોક્સથી કરો. શરૂઆતમાં આ થોડું અઘરું લાગશે, પણ ધીરે ધીરે તેની આદત પડશે અને મગજને પણ આરામ મળશે. થોડાક સમય બાદ તમને અહેસાસ થશે કે જિંદગી માત્ર સોશિયલ મીડિયા પૂરતી સીમિત નથી.
સોશિયલ મીડિયાના નોટિફિકેશન કરો ઓફઃ

એક દિવસ ડિજિટલ ડિટોક્સ બાદ તમે ધીરે ધીરે લેવલ અપ કરવું પડશે અને પોતાની જાતને સોશિયલ મીડિયાથી દૂર કરવી પડશે. વારંવાર સોશિયલ મીડિયા ચેક કરવાની આદત પડવાનું એક કારણ વારંવાર આવતા નોટિફિકેશન્સ છે. આનાથી બચવા માટે તમારે સોશિયલ મીડિયાના નોટિફિકેશન્સ બંધ કરી દેવા જોઈએ કે પછી ફોન સાઈલેન્ટ કરી દો.
ફોનનો ઉપયોગ મર્યાદિત કરોઃ

સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું જો અઘરું લાગે છે તો તમે એના માટે એક લિમીટ નક્કી કરો. સોશિયલ મીડિયા એપ્સ કે ફોનને યુઝ કરવા માટે એક લિમિટ નક્કી કરો. આજકાલ તમામ સ્માર્ટફોનમાં ફીચર હોય છે જેમાં તમે એ નક્કી કરી શકો છો કે કેટલા સમય માટે સોશિયલ મીડિયા યુઝ કરશો. આ ફીચરથી તમે ફોન અને કોઈ ખાસ એપનો ટાઈમ પણ ટ્રેક કરી શકો છો.
ઘરમાં જ બનાવો ફોન ફ્રી ઝોનઃ

સામાન્યપણે એવું જોવા મળે લોકો ખાતા પહેલાં કે સૂતા પહેલાં સોશિયલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયાથી દૂર રહેવા માટે તમે ઘરમાં ફોન ફ્રી ઝોન બનાવી શકો છો. જેમાં તમે નક્કી કરી શકો છો કે ઘરમાં બેડરૂમ કે ડાઈનિંગ ટેબલ પર ફોનનો ઉપયોગ કરવો નહીં.
રિયલ એક્ટિવિટી સાથે કનેક્ટ કરોઃ

ફોન અને સોશિયલ મીડિયાથી દૂર રહેવા માટે તમારે રિયલ ટાઈમ એક્ટિવિટીથી જોડાવવું પડશે. આને કારણે તમારું ધ્યાન નવા નવા કામમાં લાગશે અને ફોન વાપરવાની ટેમાંથી છુટકારો મળશે. તમે મિત્રો કે પરિવારના સભ્યો સાથે સમય પસાર કરો. આ સિવાય તમે ગાર્ડનિંગ, મ્યુઝિક કે ડાન્સ જેવી એક્ટિવિટી પણ કરી શકો છો.