શૂઝમાંથી આવતી સ્મેલ તમને શરમાવે તે પહેલા કરી લો આ ઉપાય
ચાલવામાં કમ્પર્ટ રહે તે માટે શૂઝ સ્ત્રી હોય કે પુરુષ તેની પહેલી પસંદ હોય છે. ખાસ કરીને કામ પર જતા છોકરા-છોકરીઓ, વિદ્યાર્થીઓ સહિત મોટી ઉંમરના પણ આરામથી ચાલી શકાય તે માટે રોજબરોજ શૂઝ પહેરવાનું પસંદ કરે છે. ખાસ કરીને શિયાળામાં ખાસ આખા પગને રક્ષણ મળે તે માટે સોક્સ-શૂઝ અથવા મોજડી પહેરવામાં આવે છે. પરંતુ શૂઝમાં તરત સ્મેલ આવી જતી હોય છે. તમે બંધ એસી ઓફિસમાં બેઠા હો ત્યારે આ સ્મેલ તમને શરમમાં મૂકી શકે છે. વારંવાર શૂઝ ધોવાનું શક્ય નથી કારણ કે સૂકાતા સમય લાગે છે અને શૂઝ જલદીથી ખરાબ થઈ જાય છે. આથી ઘણા તેમાં પરફ્યુમ છાંટી આવે છે. બધા પોતપોતાની રીતે નુસ્ખા અપનાવે છે ત્યારે અમે તમને એવા નુસ્ખા સજેસ્ટ કરી રહ્યા છે જેનાથી શૂઝ કરાબ નહીં થાય અને તેમને સ્મેલથી છૂટકારો પણ મળી જશે.
વિનેગર સ્પ્રે
શૂઝની ગંધ દૂર કરવા માટે, લોકો સામાન્ય રીતે ડીઓ સ્પ્રેનો ઉપયોગ કરે છે, જે લાંબાસમય સુધી સ્મેલને રોકી શકતું નછી. પણ જો તમે વિનેગરને પાણીમાં મીક્સ કરીને શૂઝમાં છાંટશો તો લાંબા સમય સુધી સ્મેલથી બચી શકશો.
શૂઝને એકાદ કલાક તડકામાં મૂકો
શૂઝની દુર્ગંધ દૂર કરવાનો સૌથી સહેલો ઉપાયએ છે કે તેને થોડી વાર તડકામાં મુકો. ભેજ અને પરસેવાના કારણે શૂઝ માંથી દુર્ગંધનું આવતી હોય છે .શૂઝને તડકામાં મુકી રાખવાથી ભેજ દૂર થાય છે અને સાથે સ્મેલ પણ દૂર થાય છે.
આ પણ વાંચો : શું તમને પણ મોજાં પહેરીને સૂવાની આદત છે? જાણી લો તેના ગેરફાયદા
બેંકિગ સોડા
બેકિંગ સોડા ભેજ અને ગંધને શોષી લે છે. માટે દુર્ગંધ દુર કરવાનો આ એક સસ્તો ને સારો રસ્તો છે. રાત્રે સૂતા પહેલા શૂઝની અંદર એક ચમચી બેંકિગ સોડા છાંટો અને બીજા દિવસે સવારે તેને સાફ કરી લો. આ ઉપાય ફાયદાકારક છે.
- ટિ બેગ
વાંચીને નવાઈ લાગશે પણ ટી બેગ પણ શૂઝને સ્મેલ ફ્રી કરવા મદદરૂપ થશે. ટી બેગમાં ટેનીન હોય છે જે બેક્ટેરિયાનો સફાયો કરે છે. ટેનીનમાં એન્ટીબેક્ટેરિયલ હોય છે માટે શુઝમાં ટી બેગ રાખવાથી દુર્ગંધ વધશે નહીં.
એસેંશિયલ ઓઈલ
શૂઝની દુર્ગંધ દૂર કરવા માટે એસેન્શિયલ ઓઈલનો ઉપયોગ પણ કરી શકાય છે. જેમાં તમે નિલગીરીના તેલને ઉપયોગમાં લઈ શકો છો. રુના ટુકડાને તેલની અંદર ડુબાડીને તેને આખીરાત શૂઝમાં મુકી રાખો. સવારે ગંધને બદલે સારી સ્મેલ આવશે.
મોજાં પહેરો
આ પ્રયોગ મોટે ભાગે બધા કરતા જ હોય છે. મોજાં વિના શૂઝ પહેરવા નહીં. સ્વચ્છ કોટનના મોજાં પગમાંથી નીકળતો પરસેવો શોષી લે છે. આ રીતે પણ શૂઝની સ્મેલને ભગાડી શકાય છે.