તમે ખાવ છો એ પનીર અસલી છે કે નકલી, આ રીતે ચપટી વગાડતામાં ઓળખો…

આજકાલ જમાનો ભેળસેળનો છે અને આપણે રોજબરોજમાં અનેક એવી વસ્તુઓનું સેવન કરીએ છીએ જેમાં ભેળસેળ જોવા મળે છે. આ વસ્તુમાં ભેળસેળ હોય છે એ જાણવા છતાં પણ આપણે કરી શકતાં નથી.
આજે અમે તમને અહીં બજારમાંથી તમે ખરીદીને લાવેલું પનીર અસલી છે કે નહીં તે કઈ રીતે તપાસશો એની કેટલીક ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ-
આપણ વાંચો: નકલી પનીર બાબતે Gauri Khan અને ટીમે આપ્યું આવી સ્પષ્ટતા…
વાત જ્યારે ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થની થતી હોય તો પનીર એમાં સૌથી ટોપ પર છે. તમે બજારમાંથી લાવેલું પનીર જો બનાવટી એટલે કે સિન્થેટિક હશે તો તે તમારા આરોગ્ય માટે સૌથી વધુ જોખમી સાબિત થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં પનીર અસલી છે કે નકલી એ જાણવા માટે કેટલીક ટિપ્સ તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.
તમે લઈ આવ્યા છો એ પનીર અસલી છે કે નકલી એ જાણવા માટે સૌથી પહેલાં એક વાટકામાં ગરમ પાણી લો. આ પાણી ઉકળતુ નહીં પણ ગરમ હોવું જોઈએ. હવે આ પાણીમાં પનીરનો ટુકડો નાખો અને તેને પાંચથી 10 મિનીટ સુધી એમ જ રાખી મૂકો. ત્યાર બાદ ધ્યાનથી જુઓ કે આ પનીરમાં શું ફેરફાર થઈ રહ્યો છે.
આપણ વાંચો: કૃત્રિમ અને નકલી પનીરના વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે: અજિત પવાર
જો તમે ખરીદીને લાવેલું પનીર અસલી હશે તો તેમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે. તે પાણીમાં મિક્સ થઈને કોઈ પણ ચિકાશ કે કંઈ નહીં છોડે. પનીરનો રંગ પણ નહીં બદલાય અને તેની ગંધ સામાન્ય રહેશે.
પણ જો તમે જે પનીર લાવ્યા છો અને એ બનાવટી છે તો તે પાણીમાં તૂટવા લાગશે, તેનો ભુક્કો થવા લાગશે. પાણી પર સફેદ ફીણ કે તેલ જેવી ચિકાશ જોવા મળશે. આ સિવાય પનીરમાંથી દુર્ગંધ કે સ્ટાર્ચ જેવી ચિકાશ જોવા મળી શકે છે.
છે ને એકદમ કામની માહિતી? તમે પણ આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…