500 રૂપિયાની નોટને લઈને RBIના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો, જાણીને પગ તળેથી…

તમારી પાસે રહેલી 500 રૂપિયાની નોટ અસલી છે? આ સવાલ આજે દરેક નાગરિક માટે મહત્વનો બની ગયો છે. તાજેતરમાં જ રિઝર્વ બેંક ઓફ (RBI)ના એક રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે બજારમાં હજુ પણ મોટા પ્રમાણમાં નકલી નોટો ફરી રહી છે. રોજિંદા જીવનમાં દૂધ, કરિયાણું કે પેટ્રોલ પુરાવતી વખતે આપણે ઉતાવળમાં નોટ લઈએ છીએ, પરંતુ એક નાનકડી ભૂલ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.
વાત કરીએ ભારતીય ચલણની તો હાલમાં ભારતીય ચલણમાં 500 રૂપિયાની સૌથી વધુ મૂલ્યની નોટ છે. હાલમાં બજારમાં 500 રૂપિયાની નોટનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. પરંતુ એની સાથે સાથે બજારમાં નકલી નોટનું પ્રમાણ પણ એટલું જ વધતું જઈ રહ્યું છે. ઘણીવાર નકલી નોટો એટલી સચોટ રીતે બનાવાયેલી હોય છે કે પ્રથમ નજરે ઓળખવી મુશ્કેલ બને છે.
આપણ વાચો: 500 રૂપિયાની નોટના મોટા ટ્રાન્ઝેક્શન પર RBIની ગાઈડલાઈન, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
જો તમારા પર્સમાં નકલી નોટ આવી જાય અને તમે તે ક્યાંક વાપરો, તો તમારે કાનૂની તપાસનો સામનો કરવો પડી શકે છે અથવા દુકાનદાર પાસે ભોંઠા પડવાનું થાય છે. આજે અમે અહીં તમારા માટે કેટલીક એવી ટિપ્સ લઈને આવ્યા છીએ કે જેની મદદથી તમે ખૂબ જ સરળતાથી ઓળખી શકો છો કે તમારા ખિસ્સામાં રહેલી નોટ એ અસલી છે કે નકલી-
RBIની ‘MANI’ એપ છે ખૂબ જ કામની
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સામાન્ય લોકોની સુવિધા માટે MANI એટલે કે Mobile Aided Note Identifier એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપ એન્ડ્રોઈડ અને આઈઓએસ એપ પર એકદમ ફ્રીમાં ઉપલબ્ધ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ એપ ઈન્ટરનેટ વગર પણ કામ કરે છે.
એપની મદદથી તમે કઈ રીતે તમારા ખિસ્સામાં રહેલી નોટ અસલી છે કે નહીં એ તપાસી શકો છો એની તો સૌથી પહેલાં એપ ઓપન કરી ફોનનો કેમેરો નોટ પર રાખો. સ્કેન થતાની સાથે જ એપ વોઈસ દ્વારા કે ટેક્સ્ટ દ્વારા જણાવી દેશે કે નોટ અસલી છે કે નકલી. તે ફાટેલી કે જૂની નોટ ઓળખવામાં પણ સક્ષમ છે.
આપણ વાચો: તમારા ખિસ્સામાં રહેલી 500 રૂપિયાની નોટના આ સિક્રેટ્સ જાણો છો? પછી કહેતાં નહીં કે કીધું નહોતું…
જાણો નોટના સિક્યોરિટી ફીચર્સ વિશે-
જો તમારી પાસે સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ એપ વાપરવાનો સમય નથી, તો આવી સ્થિતિમાં તમે ઘરે બેસીને જાતે પણ તમારા ખિસ્સામાં રહેલી નોટ અસલી છે કે નહીં તે ચોક્કસ ચેક કરો-
સિક્યોરિટી થ્રેડ: નોટની વચ્ચે જે ચમકતી પટ્ટી હોય છે તેના પર ભારત અને RBI લખેલું હોય છે. નોટને થોડી નમાવતા આ પટ્ટીનો રંગ લીલામાંથી વાદળી થતો દેખાશે.
વોટરમાર્ક: મહાત્મા ગાંધીજીના ચિત્રની બાજુમાં ખાલી જગ્યામાં પ્રકાશ સામે જોતા ગાંધીજીનો વોટરમાર્ક અને 500 લખેલું સ્પષ્ટ દેખાશે.
સૂક્ષ્મ અક્ષરો: નોટ પર અત્યંત ઝીણા અક્ષરોમાં RBI અને 500 લખેલું હોય છે. નકલી નોટોમાં આ અક્ષરો અસ્પષ્ટ અથવા ઝાંખા હોય છે.
સ્માર્ટફોનથી કરો સિમ્પલ UV ટેસ્ટ
જો તમારી પાસે UV લાઈટ મશીન નથી, તો તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકો છો:
ફોનની ફ્લેશ લાઈટ પર બ્લુ રંગનું પારદર્શક પ્લાસ્ટિક લગાવો.
અંધારામાં નોટ પર આ લાઈટ પાડો.
અસલી નોટમાં સિક્યોરિટી થ્રેડ (પટ્ટી) અને સિરિયલ નંબર હળવા પ્રકાશમાં ચમકવા લાગશે.
500 રૂપિયાની નોટ બંધ થવા મુદ્દતે પણ આરબીઆઈની સ્પષ્ટતા
હાલમાં સોશિયલ મીડિયા પર કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે 500 રૂપિયાની નોટ માર્ચ, 2026ની એટીએમમાંથી મળવાની બંધ થઈ જશે. જોકે, પીઆઈબી ફેક્ટ્સ અને આરબીઆઈ દ્વારા આ બાબતે સ્પષ્ટતા કરીને નાગરિકોને આવા ખોટા અહેવાલો કે પાયાવિહોણા દાવા પર વિશ્વાસ નહીં કરવાની અપીલ કરવામાં આવી હતી.



