ATM માંથી ફાટેલી, જૂની કે ખરાબ નોટ નીકળે તો શું કરવું? ક્યાં અને કઈ રીતે બદલાવશો? જાણો RBIના નિયમ…

આપણામાંથી મોટાભાગના લોકો રોજબરોજના વિવિધ કામ માટે એટીએમનો ઉપયોગ તો કરીએ જ છીએ. એટીએમમમાંથી પૈસા ઉપાડો ત્યારે આપણને વિશ્વાસ હોય છે કે એટીએમમાંથી ચલણી નોટ્સ એકદમ ઠીકઠાક હાલતમાં જ મળશે.
ઘણી વખત એટીએમમાંથી પણ અનેક વખત ડેમેજ અને જૂની-પુરાની થઈ ગયેલી કે નોટ્સ આવી જતી હોય છે. આવી સ્થિતિમાં સવાલ થાય એ સ્વાભાવિક છે કે એટીએમમાંથી આવેલી ફાટેલી નોટને કઈ રીતે અને ક્યાં જઈને બદલાવી શકાય છે, આ માટેની પ્રોસેસ શું છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ…
એટીએમમાંથી નીકળેલી ફાટેલી કે જૂની જર્જરીત થઈ ગયેલી નોટને બદલાવી શકાય છે, પણ એના માટે તમારે સિમ્પલ નાનકડી પ્રોસિજર ફોલો કરવી પડશે. આ માટે તમારે એ નોટને ખૂબ જ જાળવીને રાખવી પડશે અને તમારે જે બેંકના એટીએમમાંથી આ નોટ નીકળી છે એ બેંકમાં જ જઈને આની ફરિયાદ કરવી પડશે.
જ્યારે તમે એટીએમથી કેશ કઢાવો છો એના માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવેલા છે. તમારી જાણ માટે કે દરેક ખરાબ કે જૂની નોટ માટે બેંકની જવાબદારી હોય છે અને એટલે એ જ બ્રાન્ચમાં જઈને જે તે નોટની ફરિયાદ કરવી યોગ્ય પદ્ધતિ છે.
બેંકના કાઉન્ટર પર જઈને તમારે ફાટેલી કે ખરાબ થયેલી નોટ બતાવીને જણાવો કે એ નોટ તેમના એકાઉન્ટમાંથી નીકળી છે. જો તમારી પાસે ટ્રાન્ઝેક્શન રિસીપ્ટ છે તો તેને સાથ લઈને જાવ. અનેક બેંક રિસીપ્ટ વિના પણ નોટ્સ બદલાવી આવે છે, કારણ કે એમની સિસ્ટમમાં તમારું ટ્રાન્ઝેક્શન રેકોર્ડ હોય છે.
બેંક કર્મચારી નોટની સ્થિતિ જોઈને તરત જ તેને બદલાવીને આપી શકે છે. ફાટેલી, જૂની, જર્જરીત કે ગંદી થયેલી તમામ નોટ પર આ નિયમ લાગુ થાય છે. બસ જરૂરી છે કે નોટ અસલી હોય અને નંબર સ્પષ્ટપણે વાંચી શકાતો હોય. બેંક એની ખરાઈ કરી લે એટલે તમને નોટ બદલાવી આપી શકે છે. અનેક કિસ્સામાં જે બેંક નોટ ના બદલાવી આપી શકે એમ હોય તો તેઓ તમારી ફરિયાદ નોંધીને તમને એક રસીદ આપશે અને થોડાક દિવસોમાં તમને નોટ બદલાવી આપી શકે છે.
જો તમારી પાસે બ્રાન્ચમાં જવાનો સમય નથી તો તમે આની ફરિયાદ ઓનલાઈન પણ કરી શકો છો. જે બેંકના એટીએમમાંથી ફાટેલી કે ખરાબ નોટ નીકળી છે એ બેંકની વેબસાઈટ પર જઈને કે મોબાઈલ એપ પર જઈને આની ફરિયાદ કરી શકો છો.
તમે ઈચ્છો તો ફાટેલી નોટનો ફોટો પણ અપલોડ કરી શકો છો. ફરિયાદ રજિસ્ટર થતાં જ બેંક તમારી રિક્વેસ્ટ પ્રોસેસ કરે છે. આરબીઆઈના નિયમ અનુસાર ગ્રાહકને એટીએમમાંથી મળેલી ખરાબ નોટના બદલે પૂરી રકમ આપવામાં આવે.
આ પણ વાંચો…500 રૂપિયાની નોટના મોટા ટ્રાન્ઝેક્શન પર RBIની ગાઈડલાઈન, જાણી લેશો તો ફાયદામાં રહેશો…



