જૂનો ફોન વેચતા પહેલા શું ધ્યાન રાખશો? જાણો ડેટા સંપૂર્ણ ડિલીટ કરવાની સરળ રીત

આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે, પરંતુ જ્યારે તેને વેચવાનો કે કોઈને આપવાનો સમય આવે ત્યારે પર્સનલ ડેટાની સુરક્ષા સૌથી મોટી ચિંતાનો વિષય બની જાય છે. ઘણા એવા કિસ્સાઓ સામે જાણવા મળ્યા છે, જેમાં જૂના ફોનને વેચ્યા બાદ તેમાંથી બેન્કની વિગતો, ફોટા અને પાસવર્ડ જેવી માહિતી ચોરાઈ જવાના કારણે આર્થિક અને વ્યક્તિગત રીતે પણ ગ્રાહકને નુકસાન થાય છે.
ફોન વેચતા પહેલા ખાસ ધ્યાન રાખવું
ઘણા લોકો માને છે કે ફોનમાંથી ફાઇલો કાઢી નાખવાથી અથવા ફેક્ટરી રીસેટ કરવાથી બધો ડેટા ડિલેટ થઈ જાઈ છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. ઘણી વખત ડિલીટ થયેલ ડેટા સ્પેશિયલ રિકવરી સોફ્ટવેરનો ઉપયોગ કરીને રિકવર કરી શકાય છે. એટલા જ માટે, ફક્ત ફોન રીસેટ કરવો પૂરતો નથી, ડેટાને સંપૂર્ણ પણે ડિલેટ કરવા માટે જરૂરી પગલા લેવા જરૂરી છે.
બેકઅપ અને અકાઉન્ટ્સનું મેનેજમેન્ટ
ફોન વેચવા પહેલા પહેલા તમારી મહત્વની ફાઇલો, ફોટા અને ડોક્યુમેન્ટ્સનું બેકઅપ લેવું જોઈએ. ક્લાઉડ સ્ટોરેજ અને રિસાયકલ બિન પણ તપાસી લો જેથી કોઈ વસ્તુ છૂટી ન જાઈ. બેકઅપ પૂર્ણ થયા પછી, ગૂગલ અકાઉન્ટ કે અન્ય અકાઉન્ટ્સને લોગઆઉટ કરો, જેથી તમારી માહિતી ડિવાઇસ સાથે જોડાયેલી ન રહે. જો તમારા ફોનમાં એન્ડ્રોઇડ લોલીપોપ (5.0) અથવા તેના પછીનું વર્ઝન છે, તો ફેક્ટરી રીસેટ પ્રોટેક્શન (FRP)ને ડિસેબલ કરવું જરૂરી છે, જેથી નવા વપરાશકર્તાને સમસ્યા ન આવે.
ડમી ડેટા અને રીસેટની ટ્રિક
ફેક્ટરી રીસેટ કરતા પહેલા એક અસરકારક ટ્રિક અપનાવાથી તમારી ગુપ્ત માહિતી ફોનને લીક થવાની ચિંતા રહેશે નહીં. તમારા ફોનને વીડિયો ગીતો કે ફિલ્મો જેવા ડમી ડેટાથી ભરી દો. આ પછી રીસેટ કરતા નવો ડેટા જૂની ફાઇલો પર ઓવરરાઇટ થઈ જશે, જેથી રિકવરીની કોઈ શક્યતા ન રહે. રીસેટની પ્રક્રિયા વિવિધ કંપનીઓના ફોનમાં થોડી અલગ હોઈ શકે છે, પરંતુ સેટિંગ્સમાં જઈને તે સરળતાથી કરી શકાય છે. અંતમાં, ગૂગલ અકાઉન્ટમાંથી જૂના ડિવાઇસને દૂર કરો જેથી તમારી સુરક્ષા પૂર્ણ થાય.
સુરક્ષિત વેચાણના ફાયદા
આ તમામ પગલા અપનાવીને તમે નિજી ડેટા ચોરીના જોખમથી બચી શકો છો અને નિશ્ચિંત થઈને ફોન વેચી શકો છો. આવી સાવચેતીથી ન માત્ર તમારું આર્થિક નુકસાન અટકે છે, પરંતુ વ્યક્તિગત ગોપનીયતા પણ જળવાઈ રહે છે. યાદ રાખો, આજના સમયમાં ડેટા સુરક્ષા એ માત્ર એક વિકલ્પ નથી, પરંતુ આવશ્યકતા છે.