દિવાળી પહેલા ચાંદી-પિત્તળના વાસણોને ચમકાવવાની આ છે ઈઝી ટ્રીક્સ...
સ્પેશિયલ ફિચર્સ

દિવાળી પહેલા ચાંદી-પિત્તળના વાસણોને ચમકાવવાની આ છે ઈઝી ટ્રીક્સ…

દિવાળીની તૈયારીનો હાલમાં સૌથી અઘરો પણ મહત્વનો ફેસ ચાલે છે અને તે છે સફાઈ. મહિલાઓ માળિયાથી માંડી ઘરના ખૂણે ખૂણે જઈ સફાઈ કરે છે અથવા તો ઘરનોકર પાસે કરાવે છે. ઘરની સફાઈ પૂરી થાય પછી ક્રોકરી અને ચાંદી-પિત્તળના વાસણોનો પણ વારો આવે છે.

ભલે આખું વર્ષ વપરાતા ન હોય, છતાં દિવાળી પર આ વાસણો સાફ કરવામાં આવે છે. ખાસ કરીને પૂજામાં ચાંદી-પિત્તળના વાસણો આજેપણ ઘણા ઘરોમાં વપરાય છે. આ વાસણોને ચમકાવવાની આસાન ટ્રીક્સ આજે અમે તમારી સાથે શેર કરશું.

ચાંદીના વાસણોને આ રીતે ચમકાવો
તમારા ઘરમાં ચાંદીની ચમચી, દીવો, લક્ષ્મીજી અને ગણપતિની મૂર્તિ, પૂજાની થાળી તો હશે જ. તો ચાલો આ બધી વસ્તુને ચમકાવી દઈએ.

  1. લીંબુ અને બેકિંગ સોડાઃ તમે તમારા ચાંદીના વાસણોને પોલિશ કરવા માટે બેકિંગ સોડા અને લીંબુનો ઉપયોગ કરી શકો છો. બંનેને એકસાથે મિક્સ કરીને પેસ્ટ બનાવો અને કપડાની મદદથી તમારા વાસણોને હળવા હાથે સાફ કરો. પાણીથી સ્વચ્છ કરો.
  2. ટૂથપેસ્ટનો ઉપયોગ કરોઃ ચાંદીને સાફ કરવા માટે ટૂથપેસ્ટ પણ કામ આવે છે. ફક્ત બ્રશ પર થોડી ટૂથપેસ્ટ લગાવો અને તેને ચાંદીના વાસણો પર ઘસો. ત્યારબાદ તેને પાણીથી ધોઈ નાખો.
    એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગઃ ગરમ પાણીમાં મીઠું અને બેકિંગ સોડા મિક્સ કરો. ચાંદીના વાસણોની આસપાસ એલ્યુમિનિયમ ફોઇલ લપેટો અને તેને પાણીમાં ડુબાડો. થોડા સમય પછી, ચાંદીના વાસણોને પાણીમાંથી બહાર કાઢો અને સાફ કપડાની લૂછી નાખો.

પિત્તળના વાસણો સાફ કરવાના ઉપાયો
હવે વાત કરીએ પિત્તળની તો એક સમયે પિત્તળના વાસણોમાં જમવાનું જમતા. આજે પણ ઘણા સમુદાયોના ઘરમાં પિત્તળના વાસણોનો ઉપયોગ થાય છે. પિત્તળ પ્રદૂષિત અને ખારા પાણીને લીધે કાળું પડી જાય છે. આથી તેને ચમકાવવું જરૂરી છે. તો આ રહી ટ્રીક્સ.

  1. લોટનો આ રીતે કરો ઉપયોગઃ તમે પિત્તળના વાસણો સાફ કરવા માટે ઘઉંનો લોટ, મીઠું અને વિનેગર મિક્સ કરો અને તેને પિત્તળના વાસણો પર સારી રીતે ઘસો. પછી, હૂંફાળા પાણીથી ધોઈ લો.
  2. લીંબુ અને મીઠુંઃ એક લીંબુ લો અને તેને અડધા ભાગમાં કાપી લો. તેના પર મીઠું ભભરાવો અને વાસણો ઘસો. થોડીવારમાં, બધી ગંદકી નીકળી જશે. સાફ પાણીથી ધોઈ લો.
  3. ટામેટાંનો પલ્પઃ આ ટ્રિક તમે લગભગ અજમાવી નહીં હોય. ટામેટાં અડધા કાપીને પિત્તળના વાસણો પર સારી રીતે ઘસો. થોડી વાર ઘસવું પડશે. પછી પાણીથી સાફ કરી લૂછી લો.

આ પણ વાંચો…રસોડાના તેલના ડાઘ અને ચીકાશથી પરેશાન છો? આ ઘરેલું ઉપાયો છે રામબાણ ઈલાજ…

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button