સ્પેશિયલ ફિચર્સ

આ નિયમ જાણી લેશો તો તમે પણ દુબઈથી લઈને આવી શકશો એક કિલો સોનુ…

દુબઈ એ ગોલ્ડ સિટી તરીકે ઓળખાય છે અને ભારતીયોમાં સોનુ ખરીદવામાં દુબઈએ હંમેશા ટોપ મોસ્ટ રહ્યું છે. આવું થવા પાછળનું કારણ એટલે ભારતની સરખામણીએ દુબઈમાં સોનુ સસ્તુ મળે છે. હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યાને કે આખરે એવો તે કયો નિયમ છે કે જેને કારણે તમે દુબઈથી એક કિલો સોનુ આરામથી ખરીદીને લાવી શકો છો? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-

દુબઈમાં ઈમ્પોર્ટ ડ્યુટી અને ટેક્સ ઓછું હોવાને કારણે સોનાની કિંમત ભારત કરતાં પણ ખૂબ જ ઓછી હોય છે. આ જ કારણ છે કે લોકો દુબઈથી સોનુ ખરીદવાનું વધારે પસંદ કરે છે. વાત કરીએ દુબઈથી એક કિલો સોનુ કઈ રીતે લાવી શકાય એની તો એ વિશે વાત કરતાં એક જ્વેલર્સે જણાવ્યું હતું કે તમે દુબઈથી એક કિલો સોનુ લાવી શકો છો.

આપણ વાંચો: સસ્તું Gold ખરીદવું છે? પહોંચી જાવ અહીંયા, નામ જાણીને ચોંકી ઉઠશો…

જી હા, જો તમે એનઆરઆઈ છો અને છથી એક વર્ષની વચ્ચે ત્યાંથી પાછા આવો છો તમે આવતી વખતે તમે એક સાથે ત્યાંથી એક કિલો સોનુ લાવી શકો છો. પરંતુ એના પર પણ તમને ડ્યુટી અને જીએસટી ભરવું પડશે. જ્યારે તમે એરપોર્ટ પર આવો છો તો તમને સોનાનો ભાવ જણાવવામાં આવે છે અને એ ભાવ અનુસાર તમને છ ટકા સુધીની ડ્યુટી અને 3 ટરા ઈન્ટરસેન્ટ આઈજીએસટી આપવું પડે છે.

દુબઈમાં સોનાના ઘરેણાંની મેકિંગ કોસ્ટ પણ ઓછી હોય છે, જેને કારણે 24 કેરેટ સોનું ભારતની સરખામણીએ પાંચથી સાત ટકા સુધી સસ્તુ થઈ જાય છે.

ચોંકી ગયા ને? આ નિયમ જાણીમને તમે પણ દુબઈથી એક કિલો સુધીનું સોનુ ખરીદીને લાવો શકો છો. આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના નોલેજમાં પણ વધારો કરો. આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button