સ્પેશિયલ ફિચર્સ

ટ્રેનોમાં આપવામાં આવતા ધાબળા-ચાદર કેવી રીતે અને કેટલી વાર ધોવાય છે? હકીકત જાણશો તો…

આપણામાંથી મોટાભાગના લોકોએ ક્યારેકને ક્યારેક ટ્રેનોમાં મુસાફરી તો કરી જ હશે અને આ ટ્રેનોમાં મુસાફરી કરી હશે તો તમને ખ્યાલ હશે કે ભારતીય રેલવે દ્વારા (Indian Railway) દ્વારા પ્રવાસીઓને બ્લેન્કેટ, બેડશીટ, તકિયા અને નેપકિન વગેરે આપવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે આ બ્લેન્કેટ ચાદર કેવી રીતે, કેટલા સમયમાં ધોવામાં આવે છે? નહીં ને?

આ પણ વાંચો…આ રીતે લાઈનમાં ઊભા રહ્યા કે કોઈ પણ ઝંઝટ વિના ઝટપટ કરો બુક ટિકિટ, IRCTCનું આ ફિચર…

ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
ભારતીય રેલવે એ દુનિયાની સૌથી વિશાળ કહી શકાય એવું ચોથા નંબરનું નેટવર્ક છે. દરરોજ લાખો મુસાફરો આ ટ્રેનમાં મુસાફરી કરે છે. પ્રવાસીઓની સગવડ માટે રેલવે દ્વારા નવી નવી સુવિધાઓ લોન્ચ કરવામાં આવતીહોય છે, જેથી પ્રવાસ કરનારા પ્રવાસીઓને કોઈ પણ પ્રકારની અગવડ ના પડે. આવી જ એક સુવિધા એટલે પ્રવાસીને આપવામાં આવતા ચાદર- બ્લેન્કેટ.

રેલવે દ્વારા આપવામાં આવતા આ ચાદર-બ્લેન્કેટ તકિયાના કવરની સફાઈનું રેલવે દ્વારા ખાસ ખ્યાલ રાખવામાં આવે છે જેથી પ્રવાસીઓને મુશ્કેલી ના પડે. પરંતુ શું તમને ખબર છે કે આ બ્લેન્કેટ-ચાદર કેવી રીતે અને કેટલા સમયમાં ધોવામાં આવે છે? મળતી માહિતી મુજબ ભારતીય રેલવે દ્વારા દરરોજ છ લાખથી વધુ બ્લેન્કેટ અને ચાદર લીનના સેટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેમાં એક બ્લેન્કેટ, બે બેડશીટ, એક તકિયાનું કવર, એક તકિયો અને એક ટોવેલનો સમાવેશ થાય છે.

ભારતીય રેલવે દ્વારા તમામ ઝોનલ રેલવેમાં મેકેનાઈઝ્ડ લોન્ડ્રી લગાવવામાં આવી છે જેથી દરેક મુસાફરી માટે પ્રવાસીઓને સાફ-સૂથના લિનન ઉપલબ્ધ કરાવી શકાય. આ લોન્ડ્રીમાં સ્ટાન્ડર્ડ મશીન અને બ્રાન્ડેડ કેમિકલનો ઉપયોગ કરીને સારી રીતે લિનન ધોઈ શકાય એવી વ્યવસ્થા ગોઠાવવામાં આવી છે. સફાઈની ગુણવત્તાનું ધ્યાન રાખવા માટે સીસીટીવી અને રેલવે સ્ટાફ પણ તહેનાત કરવામાં આવ્યો છે. સ્વચ્છતાની દેખરેખ માટે સમયાંતરે મોટા મોટા રેલવે ઓફિસર પણ ચેકિંગ માટે આવે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પહેલાં ધાબળાની ધુલાઈ બે મહિનામાં એક વખત કરવામાં આવતી હતી, પરંતુ હવે એ વાતની ચોકસાઈ રાખવામાં આવે છે કે એક મહિનામાં આ ધાબળા એક વખત ધોવાય. જ્યારે બેડશીટ, પીલો કવર અને નેપકિનની વાત કરીએ તો તે એક વખત ઉપયોગમાં લેવાયા પછી તરત જ ધોવામાં આવે છે. જેથી બીજા પ્રવાસીઓને સ્વચ્છે બેડરોલ મળી શકે.

વાત કરીએ સફાઈની ગુણવત્તા તપાસવાની તો બેડશીટ ધોવાયા બાદ તેની સફાઈની ગુણવત્તા વ્હાઈટનેસ મીટરથી તપાસવામાં આવે છે. જો કોઈ બેડશીટ નક્કી કરેલાં માનકો પર ખરી નથી ઉતરતી તો તેને બીજી વખત ધોવામાં આવે છે. જો કોઈ પ્રવાસીને રેલવે દ્વારા આપવામાં આવેલો બેડરોલ ગંદો હોય તો તે એની ફરિયાદ રેલવે મદદ એપ પર જઈને કરી શકે છે.

આ પણ વાંચો…Nita Ambaniનાં કાંડા પર જોવા મળેલી આ વસ્તુની કિંમત છે એટલી કે…

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના અન્ય સભ્યો સાથે શેર કરીને તેમના જ્ઞાનમાં પણ અભિવૃદ્ધિ કરજો. આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button