સ્પેશિયલ ફિચર્સ

એક, બે કે ત્રણ કેટલા પેગ પીવા જોઈએ? જાણો WHOએ શું કહ્યું આ વિશે…

દારૂ પીનારાઓ અને દારૂના શોખિનોની સંખ્યાની વાત કરીએ કો આખી દુનિયામાં અબજો લોકો હોઈ શકે જેમને આ બંને પ્રવૃત્તિઓ કરવાનું ગમતું હશે. એમાં પણ આજકાલ તો યુવાનોમાં માત્ર સ્ટાઈલ કે સ્ટેટ્સ માટે વાઈન, બીયર કે અન્ય આલ્કોહોલિક ડ્રિંક્સ પીવાનો ક્રેઝ ખૂબ જ ઝડપથી વધો જોવા મળી રહ્યો છે.

દારૂ એ આજના જમાનામાં દરેક ઉજવણીનો એક મહત્ત્વનો ભાગ બની ગયો છે. પરંતુ ઘણા લોકોને દારૂનું વ્યસન પડી જાય છે અને તેઓ દરરોજ પીવાનું શરૂ કરે છે. હવે દારૂમાં આલ્કોહોલ હોય છે અને અલ્કોહોલના વધારે પડતાં સેવનને કારણે કેન્સર, લીવર ફેલ્યોર સહિત અનેક જીવલેણ બીમારીઓ થઈ શકે છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે દરરોજ પીવું કેટલું સલામત છે?

આપણામાંથી ઘણા લોકોનું એવું માનવું છે કે દરરોજ 1-2 પેગ દારૂ પીવાથી આરોગ્ય પર કોઈ પણ પ્રકારની વિપરીત અસર જોવા મળતી જ્યારે કેટલાક લોકો 3-4 પેગને નોર્મલ માને છે. આ અંગે અનેક સંશોધનો કરવામાં આવ્યા છે અને એમાં આલ્કોહોલના સેવનના કેટલાક ફાયદાઓ પણ જણાવવામાં આવ્યા છે, પરંતુ આ બધું ડિટેબનો મુદ્દો છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આલ્કોહોલ પર એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને આ રિપોર્ટમાં અનેક ચોંકાવનારી બાબતો સામે આવી હતી. રિપોર્ટ અનુસાર કેટલી માત્રામાં આલ્કોહોલ પીવા માટે સલામત ગણી શકાય અને તેના સેવનથી શરીર પર કેવી અસર થાય છે અને જાણી લેવું દરેક માટે ખૂબ જ મહત્ત્વનું છે.

WHO દ્વારા આલ્કોહોલની રાઈટ લિમિટ જણાવવામાં આવી છે અને આ રિપોર્ટ અનુસાર આલ્કોહોલનું એક ટીપું પણ હેલ્થ માટે કોઈ પણ સંજોગોમાં સેફ ગણી શકાય નહીં. વાઇન કે પછી અન્ય આલ્કોહોલવાળા પીણાની નજીવી માત્રા પણ આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. પરિણામે લોકોએ દારૂનું સેવન સદંતર ના કરવું જોઈએ.

દરમિયાન દરરોજ દારૂ કે બિયરના એક-બે પેગને પણ સલામત માનવું એ લોકોમાં પ્રવર્તી રહેલી એક સદંતર ખોટી માન્યતા છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું આ બાબતે એવું કહેવું છે કે અત્યાર સુધી કોઈ અભ્યાસમાં એ વાત સાબિત નથી થઈ કે આલ્કોહોલનું સેવન આરોગ્ય માટે ફાયદાકારક છે, એવું પણ WHO દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button