ધર્મતેજરાશિફળસ્પેશિયલ ફિચર્સ

આજનું રાશિફળ (22-12-2023)- આ રાશિના જાતકોને આજે ગજકેસરી યોગને કારણે થશે ડબલ લાભ, જાણો શું કહે છે તમારી રાશિ

મેષ: મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. આજે લગ્ન કરવા માંગતા લોકો માટે સારા માંગા આવશે. સાંજે તમે તમારા સગા-સંબધી અથવાતો મિત્રો સાથે પાર્ટીનો પ્લાન બનાવી શકો છો. જેમા તમને ખૂબ મહત્વની જાણકારી મળશે. પિરવારના કોઇ સભ્ય સાથે વાદ-વિવાદ ચાલી રહ્યો છે તો તે આજે દૂર થશે. આજે સંપત્તીનો સોદો ના કરતાં નહીં તો નૂકસાન થઇ શકે છે. તેથી થોડો સમય રોકાઇ જજો.

વૃષભ: આ રાશિના જાતકોના સ્વભાવમાં સારું પરિવર્તન આવશે. જેને કારણે તમારા પરિવારજનોને પણ આશ્ચર્ય થશે. કાર્યક્ષેત્રે તમારા ગુસ્સાવાળા સ્વભાવને દૂર રાખી વાણીમાં મીઠાશ રાખશો જેથી તમારા સહકર્મચારીઓ પણ ખૂશ રહેશે.જો તમને આજે કોઇ માનસીક ચિતા સતાવી રહી હોય તો તમને તેનું સમાધાન શોધવામાં સફળતા મળશે. શારીરિક રીતે સ્વસ્થ રહેવા માટે આજે તમારે તમારી દીનચર્યામાં ફેરબદલ કરવો પડશે.


મીથુન: મીથુન રાશિના જાતકોનો આજે આધ્યાત્મીક કાર્યોમાં વધુ વ્યસ્ત રહેશે. આજે તમે તમારા કોઇ મિત્રને મોઁઘી ગીફ્ટ આપતા પહેલાં પોતાનું ખીસ્સું ચકાસી લેજો. જો તમે આમ નહીં કરો તો ભવિષ્યમાં તમને આર્થિક સંકટનો સામનો કરવો પડશે. પ્રેમીઓ માટે આજેનો દિવસ ખૂશીથી ભરપુર રહેશે. જે લોકો આજે શેર માર્કેટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યાં છે ભવિષ્યમાં તેમને મોટો લાભ થઇ શકે છે. સાંજે તમે તમારા મિત્રના ઘરે જવાનો પ્લાન કરશો.


કર્ક: કર્ક રાશિના લોકોનો આજનો દિવસ ખૂબ જ પ્રભાવિ રહેશે. આજે તમને કેટલાંક સરકારી ક્ષેત્રોમાંથી પણ લાભ મળી શકે છે. લાંબા સમયથી અટકેલું કોઇ કામ આજે પુરું થશે જેને કારણે તમારી ખૂશીનો પાર નહીં રહે. આજે તમે તમારા જીવનસાથી માટે કોઇ સરપ્રાઇઝ પ્લાન કરશો. તમે તમારા ભાઇ-બહેનો સાથે પણ સારો સમય પસાર કરશો. જે લોકો ઘરથી દૂર કામ કરી રહ્યાં છે તેઓ આજે તેમના પરિવારને ખૂબ યાદ કરશે.


સિંહ: આજે લેવડ-દેવડની બાબતોમાં સતર્ક રહેજો. નહીં તો તેની અસર તમારા આરોગ્ય પર થઇ શકે છે. તમને સંતાન પાસેથી કોઇ સારા સમાચાર મળશે. માતાની કોઇ જૂની બિમારી ફરી હેરાન કરી શકે છે. તમે કોઇની પણ પાસેથી નાંણાં ઉછીના ના લેતાં નહીં તમે એ ચૂકવી નહીં શકો. તમે પરિવારના સભ્યો સાથે બેસીને જૂની યાદો તાજી કરશો. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં સંપૂર્ણ ધ્યાન આપવું પડશે તો જ તેમની સમસ્યાઓ દૂર થઇ શકશે.


કન્યા: તમારા માટે આજનો દિવસ મિશ્રરુપે ફળદાયક રહેશે આજે આર્થિક સ્થિતી નબળી રહેતાં તમે ચિંતિત રહેશો. આજે વાહન સંભાળીને ચલાવજો. પરિવારના રોઇ સભ્યને નવી નોકરી મળતા ઘરથી દૂર જવું પડશે. તમારું કોઇ બનતું કામ વિરોધીઓ બગાડી શકે છે. તમને કોઇ મૂલ્યવાન વસ્તુ ભેટ સ્વરુપે મળશે. જેની તમે લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતાં. કાર્યક્ષેત્રે તમને મનગમતું કામ મળવાથી તમે તેને સમય કરતા પહેલાં પૂરું કરી શકશો.


તુલા: આજના દિવસે સાવધાન અને સતર્ક રહેજો. કારણ કે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કોઇ બહારની વ્યક્તી ઝગડો કરાવી શકે છે. વધુ પડતું કામનું ભારણ હોવાથી શરીર તરફ ખાસ ધ્યાન આપજો નહી તો કોઇ મોટી બિમારી થઇ શકે છે. કોઇ પણ કામ સમજી વિચારીને કરજો. વેપારને લગતું કોઇ કામ પૂરું થશે. લેવડ-દેવડ સમજી વિચારીને કરજો.


વૃશ્ચિક: આજનો દિવસ તમારા માટે કંઇક વિશેષ કરી બતાવવાનો રહેશે. તમારી સમજદારીને કારણે બધા કામો પૂરા થશે. જીવનસાથીની કારકીર્દીમાં ચાલી રહેલ સમસ્યાઓને ધ્યાનમાં લઇ તમે તેમની માટે કોઇ નવું કામ શરુ કરી શકો છો. જે તમારા માટે પણ ફાયદાકારક રહેશે. આર્થિક સ્થિતીને લઇને જો તમે ચિંતિત છો તો આજે ચિંતા દૂર થશે. તમે આર્થિક સ્થિતી મજબૂત કપવા પ્રયાસ કરશો અને તમને તેમાં સફળતા પણ મળશે. તમે આજે વાહન ખરીદી શકો છો. તમારા વિરોધીઓ તામારા બનતા કામોમાં બાધા ઊભી કરશે જેને કારણે તમે ચિંતિત રહેશો.


ધનુ: આજનો દિવસ તમારા માટે અન્ય દિવસોની સરખામણીમાં ઉત્તમ રહેશે. તમારા રોકાયેલા પૈસા મળતાં તમારી ખૂશીનો પાર નહીં રહે. જો તમે આજે કોઇ નવું કાન શરુ કરવાનું વિચારી રહ્યા છો તો આજે તમારી એ ઇચ્છા પણ પૂર્ણ થશે. માતા-પિતાના આશિર્વાદથી તમારે કોઇ પણ યોજનામાં સમજી વિચારીને રોકાણ કરવું જોઇએ. તમારી કોઇ જૂની ભૂલ પરિવારજનો સામે આવશે. લેવડ-દેવડમાં સ્પષ્ટકા રાખજો.


મકર: આજનો દિવસ તમારા માટે દોડા-દોડી વાળો રહેશે. વેપારમાં નૂકસાન થતાં તમે ચિંતિત રહેશો. તમે તમારા વિરોધીઓ માટે કોઇ ષડયંત્ર ના કરતાં તમને કોઇ જૂની રોકાણને કારણે નૂકસાન થઇ શકે છે. પણ સંતાનના અભ્યાસમાં આવી રહેલ સમસ્યાઓ અંગે તમે તેમના સિનિયર સાથે વાત કરી શકો છો. તમે કોઇની પણ પાસેથી નાણાં ઊછીના ના લેતાં નહીં તો એ દેવું ઉતારવામાં મૂશ્કેલી આવી શકે છે. નોકરી કરતાં લોકોને સહકર્મીઓ સાથ મળી રહેશે.


કુંભ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. તમને પૈતૃક સંપત્તી બાબતે મૂશ્કેલી આવી શકે છે. જેને કારણે તમારા આંતરિક સંબંધો બગડી શકે છે. વેપારીઓ કોઇ પણ રોકાણ કરતાં પહેવાં સો વાર વિચારે નહીં તો ભવિષ્યમાં નૂકસાન થઇ શકે છે. જીવનસાથી સાથે કોઇ વાતને લઇને મતભેદ થઇ શકે છે. તમે આ વાતને આગળ વધતા અટકાવજો. તમારી વાણીની મીઠાશ તમને માન-સન્માન અપાવશે. તમે કોઇ કામ માટે નાના અંતરનો પ્રવાસ કરી શકો છો.


મીન: આજનો દિવસ તમારા માટે ખૂશીઓ લઇને આવ્યો છે. કોર્ટ કચેરીનો કોઇ કેસ લાંબા સમયથી ચાલી રહ્યો છે તો આજે તેમા તમને સફળતા મળી શકે છે. બિઝનેસમાં આવી રહેલ સમસ્યા આજે દૂર થશે. તમારા પરિવારમાં કોઇ શુભ કે મંગળ કાર્યનું આયોજન કરવામાં આવશે. જેમા પરિવારના બધા જ સભ્યો વ્યસ્ત દેખાશે. પણ તમને મિત્રો સહકાર મળી રહેશે. જો તમે ધન સંબંધીત કોઇ માંગણી કરશો તો તે પણ પૂરી થશે. તમારા કેટલાંક વિરોધીઓ તમને હેરાન કરી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button