ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

આવતીકાલથી આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના સેનાપતિ શુક્રને માન, આરામ, વૈભવ, સંપત્તિ અને કીર્તિ સાથે જોડીને જોવામાં આવે છે. દર થોડા સમયે જેમ બીજા ગ્રહો રાશિ પરિવર્તન કે નક્ષત્ર પરિવર્તન કરે છે અને એની સારી નરસી અસર તમામ રાશિના જાતકો પર જોવા મળે છે એ જ રીતે શુક્ર પણ ટૂંક સમયમાં જ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યો છે.

હાલમાં શુક્ર વિશાખા નક્ષત્રમાં બિરાજમાન છે અને હવે આવતીકાલે એટલે કે 16મી ઓક્ટોબરના બપોરે 12.12 કલાકે નક્ષત્ર પરિવર્તન કરીને અનુરાધા નક્ષત્રમાં પ્રવેશ કરશે. શુક્રનું આ નક્ષત્ર પરિવર્તન તમામ રાશિ માટે સારું રહેશે પણ ત્રણ રાશિઓ એવી છે કે જેમના માટે આ ખૂબ જ શુકનિયાળ રહેશે. આ સમયગાળા દરમિયાન આ ત્રણ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે, ધનલાભ થશે અને તમામ પાસાં સવળા પડી રહ્યા છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

વૃષભઃ

Mother Durga has these zodiac signs dear, look at your zodiac sign too!

વૃષભ રાશિના જાતકો માટે શુક્રનું આ નક્ષત્ર પરિવર્તન સારા સમાચાર લઈને આવશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. નોકરી કરી રહેલાં લોકોને પગાર વધારો મળતાં મન પ્રફુલ્લિત રહેશે. વેપારી વર્ગનો ગ્રાહકો સાથેના સંબંધ મજબૂત બનશે. વિદ્યાર્થીઓ કોઈ પરિક્ષાની તૈયારી કરી રહ્યા હશે તો તેમાં સફળતા મળશે.

ધનઃ

ધન રાશિના જાતકો માટે શુક્રનું આ નક્ષત્ર પરિવર્તન નવી નવી તક લઈને આવશે. વેપાર કરનારાઓ માટે આ અનુકૂળ સમય છે. કોઈ નવી ડિલ ફાઈનલ થશે અને એને કારણે જોરદાર નફો થશે. આ સમય લાભ જ લાભ કરાવશે. આર્થિક સ્થિતિ પણ પહેલાં કરતાં વધારે મજબૂત બનશે. બીમારીમાંથી મુક્તિ મળશે. કામના સ્થળે મહેનતથી કામ કરશો.

આ પણ વાંચો : આજનું રાશિફળ (15-10-24): મિથુન, કર્ક અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે Goodyyy Goodyyyy

કુંભઃ

કુંભ રાશિના જાતકોને પણ આ સમયે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. પૈસાની તંગી અનુભવાતી હશે તો તેમાં રાહત મળશે. પ્રમોશન-પગાર વધારો મળશે. તમારા ઉપરી અધિકારી તમારા કામથી ખુશ થશે. આ સમયગાળામાં કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. કામના સ્થળે તમને નવી જવાબદારીઓ પણ સોંપવામાં આવશે, જેમાં સહકર્મચારીઓનો સાથ-સહકાર મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button