માણસોની જેમ પ્રાણીઓ વચ્ચે પણ હોય છે સમલૈંગિક સંબંધ: 90 ટકા લોકો નથી જાણતા આ ચોંકાવનારી વાત

કેલિફોર્નિયા: અમેરિકાના લોસ એન્જલસ શહેર ખાતે તાજેતરમાં ન્યૂ યોર્ક ફેશન શોનું આયોજન થયું હતું. જેમાં જર્મન ડિઝાઈનર ઇકેલ શ્મિટે ‘વૂલ સર્વાઇવ’ નામના નીટવેર કલેક્શનનું પ્રદર્શન રજૂ કર્યું હતું. આ પ્રદર્શને સમગ્ર વિશ્વનું ધ્યાન તેની તરફ આકર્ષિત કર્યું હતું. જોકે, આ શો દરમિયાન ઇકેલ શ્મિટે એવી વાત કરી હતી, જેણે સૌને ચોંકાવ્યા હતા.
ઇકેલ શ્મિટે ઉઠાવ્યો મહત્ત્વપૂર્ણ પ્રશ્ન
લોસ એન્જલસમાં જર્મન ડિઝાઈનર ઇકેલ શ્મિટે પોતાના કલેક્શનની ખાસિયત જણાવતા કહ્યું કે, તે સમલૈંગિક ઘેટાંના ઊનમાંથી બનાવવામાં આવ્યું છે.
આપણ વાચો: સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવનાર દક્ષિણ એશિયાનો પહેલો દેશ બન્યો……
આ સાથે તેણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, શું માણસોની જેમ પ્રાણીઓમાં પણ સમલૈંગિક કપલ અસ્તિત્વ ધરાવે છે? સમાજમાં સમલૈંગિક કપલ્સનો અસ્વીકાર થાય છે, સમલૈંગિક પ્રાણીઓની પણ હત્યા કરી નાખવામાં આવે છે. એવું જાણીને ઇકેલ શ્મિટે આ કલેક્શન તૈયાર કરવાનો નિર્ણય કર્યો હતો. આ કલેક્શન તૈયાર કરીને ઇકેલ શ્મિટનો ઉદ્દેશ્ય સેક્સ-પોઝિટિવ થ્રેડ દ્વારા આ ઘેટાંઓને બચાવવાનો છે.
પ્રાણીઓની 450થી વધુ પ્રજાતિ સમલૈંગિક
પ્રાણીજગતમાં સમલૈંગિક વર્તન કોઈ નવી ઘટના નથી. એક વૈજ્ઞાનિકોનો અંદાજ પ્રમાણે લગભગ 8 ટકા નર ઘેટાં અન્ય નર ઘેટાં તરફ આકર્ષાય છે. 1960માં, ઓસ્ટ્રિયન નોબેલ પારિતોષિક વિજેતા પ્રાણીશાસ્ત્રી કોહનર્ટ ડી લોરેન્ઝે 1,500 થી વધુ પ્રાણીઓ પર અભ્યાસ કર્યો હતો. તેમના સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો થયો કે, 450થી વધુ પ્રજાતિઓ સમલૈંગિક છે.
આપણ વાચો: વ્યભિચાર અને સમલૈંગિકતાને ફરીથી અપરાધ બનાવવા જોઈએ: સંસદીય સ્થાયી સમિતિની કેન્દ્રને ભલામણ
બે સિંહણ વચ્ચે હોય છે સજાતિય સંબંધ
કૂતરા અને ગાય જેવા પાળેલા પ્રાણીઓમાં સમલૈંગિક વર્તન હોર્મોનલ વિકૃતિઓ અથવા અન્ય વિચલિત વિકૃતિઓને કારણે હોવાનું માનવામાં આવે છે. સિંહણ અને હાથી જેવા જંગલી પ્રાણીઓમાં પણ સમલૈંગિકતા જોવા મળે છે. દસમાંથી નવ જિરાફ જોડીઓ સમલૈંગિક હોય છે.
બોનોબો ચિમ્પાન્ઝી પ્રજાતિના 60 ટકા સભ્યો સમલૈંગિક હોય છે. જેમાં ખાસ કરીને બે માદાઓ વચ્ચે સંબંધો જોવા મળે છે. એક અહેવાલ મુજબ, નર સિંહોમાં આળસ અને જૂથથી અલગ રહેવાને કારણે આ પ્રકારનું વર્તન જોવા મળતું નથી. પરંતુ સિંહણો ઘણીવાર લેસ્બિયન હોય છે.
(ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી વૈજ્ઞાનિક સંશોધન પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)



