તમારા ઘરમાં વધી ગયો છે ઉંદરનો આતંક? કરજો આ 4 ઘરેલુ ઉપાય, ઉંદર ઊભી પૂંછડીએ ભાગશે

Rats Repel Home Remedies: ઉંદર એક એવું પ્રાણી છે, જે ઘરમાં પ્રવેશતા જ આતંક ફેલાવવાનું શરૂ કરી દે છે. પરંતુ કપડાં અને ખાદ્ય પદાર્થોને પણ નુકસાન પહોંચાડે છે, જેનાથી અનેક રોગો થવાનો ખતરો રહે છે. ઉંદરના આતંકથી પરેશાન થયેલા લોકો તેને પકડવા માટે પિંજરૂં મૂકતા હોય છે. પરંતુ ઘણીવાર ચાલાક ઉંદર તેમાં ફસાવાની ભૂલ કરતું નથી. આ સિવાય ઉંદરને ઘરની બહાર કાઢવા માટે બજારમાં ઝેરી પદાર્થો પણ મળે છે. પરંતુ તે ઉંદરને નુકસાન પહોંચાડે છે. પરંતુ તેના સિવાય પણ એવા કેટલાક અસરકારક ઘરેલુ ઉપાયો છે, જેના દ્વારા ઉંદરને ઘરની બહાર ભગાડી શકાય છે. આવો ઉંદરને ભગાડવાના ઘરેલુ ઉપાય વિશે જાણીએ.
કપૂર
ઉંદરોને ભગાડવા માટે કપૂર એક ઉત્તમ વિકલ્પ છે. કપૂરની તીવ્ર ગંધ ઉંદરોને ગમતી નથી, જેના કારણે તેઓ તેનાથી દૂર રહે છે. જો તમારા ઘરમાં ઉંદરોનો ઉપદ્રવ હોય, તો ઘરના દરેક ખૂણામાં કપૂરના ટુકડા મૂકી દો. આ સિવાય તમે કપૂર સળગાવીને તેનો ધુમાડો ઘરમાં ફેલાવી શકો છો, જેનાથી ઉંદરો તરત ઘરમાંથી બહાર ભાગી જશે.
લસણ અને કાળા મરી
કપૂરની જેમ લસણ અને કાળા મરીની ગંધ પણ ખૂબ તીવ્ર હોય છે, જે ઉંદરોને દૂર રાખવા માટે ઉપયોગી છે. લસણ અને કાળા મરીનો પાવડર બનાવીને તેની ગોળી બનાવો અને ઘરના ખૂણામાં રાખો. તમે આ પાવડરને ઉંદરોની અવરજવર વાળી જગ્યાએ છાંટી પણ શકો છો.
તમાલપત્ર
તમાલપત્ર પણ ઉંદરોને ભગાડવાનો રામબાણ ઈલાજ છે. તેની તીવ્ર સુગંધ ઉંદરોને સ્હેજપણ પસંદ નથી. ઉંદરો આવતા હોય તેવી જગ્યાએ 8-10 તમાલપત્ર મૂકી દો. તેની સુગંધથી ઉંદરો ભાગી જશે અને ફરીથી તે જગ્યાએ નહીં આવે.
તજ
તજ ભોજનનો સ્વાદ વધારે છે, પરંતુ તેની સુગંધ ઉંદરોને ભગાડવામાં પણ અસરકારક છે. તજનો પાવડર બનાવીને તેને ઘરના ખૂણામાં રાખો. તેની ગંધથી ઉંદરો દૂર ભાગશે અને ફરી પાછા નહીં આવે. આ રીતે, તમે ઉંદરોના આતંકમાંથી છુટકારો મેળવી શકશો.
આપણ વાંચો: ચણોઠીના આ નાનકડાં બીજ તમારા પર નહીં પડવા દે કોઈની ખરાબ નજર, જાણો વિગતવાર