સવાર સવારમાં પેટ સાફ ન આવે તો દિવસ બગડી જાય છે ને? પણ ચિંતા ન કરો, આ ઉપાય અજમાવો

Constipation home remedies: પહેલુ સુખ તે જાતે નર્યા. જેનું પેટ સાફ હોય તેને અન્ય બીમારીઓ થવાની શક્યતાઓ ઓછી રહે છે. પરંતુ આજના સમયમાં ઘણા લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય છે. કબજિયાત અનેક બીમારીઓનું મૂળ છે. તેથી જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તેમણે જલદી તેનું નિવારણ લાવવું જોઈએ. ઘણા લોકો કબજિયાતથી રાહત મેળવવા માટે જાતભાગના ચૂર્ણ લેતા હોય છે. પરંતુ કેટલાક ઘરેલુ ઉપાયો દ્વારા પણ તેનાથી છૂટકારો મેળવી શકાય છે.
કબજિયાત દૂર કરવાના ઘરેલુ ઉપાય
પાણી શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. કબજિયાતથી પીડાતા લોકોએ સવારે ઊઠીને ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ. હુફાળું પાણી પીવાથી શરીરમાંથી ટોક્સિન સરળતાથી બહાર નીકળી જાય છે. જે લોકોને કબજિયાતની સમસ્યા નથી, તેઓ પણ આ ઉપાય અજમાવી શકે છે. આ સિવાય તમે રાત્રે ચાંર-પાંચ બદામ પાણીમાં પલાળીને રાખી દો. સવારે ઊઠીને આ બદામને ખાઈ લો.આ ઉપાયથી તમારા શરીરને પ્રોટીન, ફાઈબર, ફેટી એસિડ, ઓમેગા 3 મળશે. જે કબજિયાતની સમસ્યા દૂર કરશે.
ઓટમીલમાં પણ ફેટી એસિડ, ઓમેગા 3, ફોલેટ અને પોટેશિયમ જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે. જે આંતરડાને સ્વસ્થ રાખે છે. તેથી સવારના નાસ્તામાં ઓટમીલનું સેવન કરવું જોઈએ. સવારના નાસ્તામાં ફાઈબરયુક્ત ફળોનું સેવન કરવું જોઈએ. તમે સવારના નાસ્તામાં સફરજન, કેળા, ખજૂર જેવા ફાઈબરવાળા ફળોનું સેવન કરી શકો છો. આ ફળોમાંથી ફાઈબરની સાથોસાથ વિટામિન સી પણ મળે છે. જે તમારી પાચનક્રિયાની સાથોસાથ રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.
તદુપરાંત, શરીરને કબજિયાતની સમસ્યાથી દૂર રાખવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી પીતા રહેવું જોઈએ. તેનાથી પાચનતંત્ર સુધરે છે. ઉલ્લેખનીય છે કે, કબજિયાતની સમસ્યામાં અઠવાડિયામાં ત્રણ વાર મળ ત્યાગ થાય છે. મળ ત્યાગમાં સમસ્યા આવે છે. જો આવા લક્ષણોને નજરઅંદાજ કરવાના બદલે ઉપરોક્ત ઉપાયો કરવાનું શરૂ કરી દેવું જોઈએ અને ડૉક્ટરની સલાહ પણ લેવી જોઈએ.
(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલી તબીબી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)
આ પણ વાંચો…શરીરને સ્વસ્થ રાખવા માટે મેગ્નેશિયમ અને ઝિંક કેમ જરૂરી છે?