બની રહ્યો છે ગ્રહણ યોગ, આ ત્રણ રાશિના જાતકોએ રહેવું પડશે ખાસ સાવધ, જોઈ લો તમારી રાશિ તો નથી ને??

વૈદિક જ્યોતિષમાં સૂર્ય અને રાહુ ગ્રહનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આમ તો દરેક ગ્રહનું અલગ અલગ મહત્વ હોય જ છે પણ આ બંને ગ્રહ વિશે ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કારણ કે જ્યાં એક તરફ સૂર્યને ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે તો બીજી બાજું રાહુને પાપી અને છાયા ગ્રહ માનવામાં આવે છે. બંનેની યુતિ થાય ત્યારે ગ્રહણ યોગ સર્જાય છે અને એની વિપરીત અસર તમામ રાશિઓ સહિત દેશ અને દુનિયા પર પણ જોવા મળે છે. 18 વર્ષ બાદ રાહુ અને સૂર્યની યુતિ થવા જઈ રહી છે, જેને કારણે કેટલીક રાશિના જાતકો પર તેની વિપરિત અસર જોવા મળી રહી છે. આવો જોઈએ ક્યારે સર્જાઈ રહ્યો છે આ યોગ અને કઈ રાશિના લોકોએ ખાસ સાવધ રહેવાની જરૂર છે…
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર સૂર્ય દર મહિને તેની રાશિ બદલે છે અને એની સામે પાપી અને છાયા ગ્રહ રાહુ ઉલટી ચાલ ચાલીને દર દોઢ વર્ષે તેની રાશિ બદલે છે. ટૂંક સમયમાં જ રાહુ-સૂર્યની યુતિ થવા જઈ રહી છે. પંદર દિવસ બાદ એટલે કે 14મી માર્ચના મીન રાશિમાં રાહુ અને સૂર્યની યુતિ થવા જઈ રહી છે.
જ્યોતિષશાસ્ત્રમાં રાહુ અને સૂર્યની યુતિને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. 18 વર્ષે સૂર્ય-રાહુની આ યુતિ મીન રાશિમાં બનવા જઈ રહી છે. આ બંનેની યુતિને કારણે ગ્રહણ યોગ બની રહ્યો છે. આ ગ્રહણને કારણે કેટલીક રાશિના લોકોએ વધુ સાવધ રહેવાની જરૂર છે. ચાલો સમય વેડફ્યા વિના જાણીએ કે કઈ કઈ રાશિઓએ આ કારણે વધુ સતર્ક રહેવાની જરૂર છે.
તુલાઃ તુલા રાશિના લોકો માટે 14મી માર્ચે બની રહેલો ગ્રહણ યોગ નિર્માણ થઈ શકે છે. સૂર્ય અને રાહુનો આ સંયોગ તમારી રાશિથી છઠ્ઠા ભાવમાં બનશે. આવી પરિસ્થિતિમાં, તમારા માટે આવનારો સમય રોગો, અવરોધો, નિષ્ફળતા અને દુશ્મનોના ભયથી ભરેલો રહેશે. ગ્રહણના કારણે તમને આર્થિક નુકસાન થઈ શકે છે. વાદ-વિવાદ થઈ શકે છે અને તમારે કોર્ટમાં જવું પડી શકે છે. માનસિક તણાવના ઘણા કારણો હોઈ શકે છે.
સિંહ: સિંહ રાશિના લોકો માટે 14મી માર્ચના બની રહેલો ગ્રહણ યોગ સિંહ રાશિના લોકોને નકારાત્મક પરિણામ આપી શકે છે. સિંહ રાશિના આઠમા ભાવમાં આ ગ્રહણ યોગ બની રહ્યો છે જેને કારણે આ રાશિના લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા સતાવી શકે છે. કામમાં પણ અવરોધ આવી શકે છે. પૈસાની ખોટને કારણે તમારી આર્થિક સ્થિતિ અસ્થિર બનશે. કામના સ્થળે કોઈ કામને લઈને સહકર્મીઓ સાથે વાદ-વિવાદ થવાની શકયતા છે. જીવનસાથી સાથે મતભેદ થતાં મન ઉદાસ રહેશે.
કુંભ: કુંભ રાશિના લોકો માટે સૂર્ય અને રાહુની યુતિથી બની રહેલા આ ગ્રહણ યોગને કારણે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. વેપારમાં નુકસાન અને નોકરીમાં સમસ્યા થઈ શકે છે. આ ગ્રહણ યોગ તમારી કુંડળીના 12મા સ્થાનમાં બની રહ્યો છે. બિનજરૂરી ખર્ચ વધી શકે છે. રિયલ એસ્ટેટની બાબતોમાં પણ તમારે કોર્ટ કચેરીના ચક્કર લગાવવા પડી શકે છે. એટલું જ નહીં આ સમયગાળામાં તમારા માન સન્માનને પણ ઠેસ પહોંચી શકે છે.