Holi 2024: આ રંગોથી રમો હોળી, ચમકી જશે કિસ્મત, રાશિ પ્રમાણે આ રંગો છે શુભ

સનાતન હિન્દુ ધર્મમાં હોળી-ધૂળેટીના તહેવારનું ધાર્મિક અને જ્યોતિષ શાસ્ત્ર રીતે પણ અનેરું મહત્વ છે. હોલિકા દહન ફાગણ માસની શુક્લ પક્ષની પૂર્ણિમાની રાત્રે કરવામાં આવે છે. પછી બીજા દિવસે ધૂળેટી ઉજવવામાં આવે છે. આ વર્ષે હોળી 25 માર્ચ 2024ના રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે હોળીના રંગો જીવનમાં સકારાત્મક અસર કરે છે. ઉપરાંત, આ રંગો સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ રંગો જીવનને આનંદથી ભરી દે છે.
શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે જો રાશિ પ્રમાણે રંગોની પસંદગી કરવામાં આવે તો તમારું ભાગ્ય ચમકી શકે છે. એટલું જ નહીં, જો તમે તમારી રાશિ પ્રમાણે રંગોનો ઉપયોગ કરો છો તો તમારી કુંડળીમાં ગ્રહોની અશુભ અસર પણ ઓછી થઈ શકે છે. આવો જાણીએ આ વર્ષે કઈ રાશિના લોકોએ કયો રંગ વાપરવો જોઈએ.

મેષ રાશિ એ રાશિચક્રની પ્રથમ રાશિ છે. આ રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિના લોકોનો ભાગ્યશાળી રંગ લાલ હોય છે. વાસ્તવમાં લાલ રંગને પ્રેમ અને ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. આ રંગ તમારા માટે શુભ સાબિત થશે. આ વખતે હોળીના શુભ અવસર પર લાલ રંગથી હોળી રમવી તમારા માટે શુભ રહેશે.

આ રાશિનો સ્વામી શુક્ર છે, તેથી આ રાશિ માટે શુભ રંગ સફેદ રહેશે. જો કે, આછો વાદળી રંગ પણ તમારા માટે યોગ્ય સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, સફેદ રંગ વૃષભ રાશિના લોકોને સુખ અને શાંતિ પ્રદાન કરશે. જો તમે ઈચ્છો તો આ રંગથી પણ હોળી રમી શકો છો.

મિથુન રાશિનો સ્વામી બુધ છે, તેથી આ રાશિના લોકો માટે લીલો રંગ ભાગ્યશાળી સાબિત થશે. આ રંગ તમારા પર સકારાત્મક અસર કરી શકે છે. હોળીના તહેવાર પર તમે લીલો રંગ પસંદ કરી શકો છો.

કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. ચંદ્ર મન અને ભાવનાઓને નિયંત્રિત કરવાનું કામ કરે છે, તેથી આ રાશિનો શુભ રંગ સફેદ છે. આ વખતે સફેદ રંગથી હોળી રમવી તમારા માટે ફાયદાકારક રહેશે.

સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. આ ગ્રહને સફળતાનું પ્રતિક માનવામાં આવે છે. આ રાશિના લોકો માટે ભાગ્યશાળી રંગ ઘેરો લાલ, નારંગી, પીળો અને સોનેરી છે. આ વખતે હોળી પર આ રંગોનો ઉપયોગ કરો. આ રંગોથી તમે માનસિક સુખ મેળવી શકો છો.

તમને જણાવી દઈએ કે કન્યા રાશિનો શુભ રંગ ઘેરો લીલો છે. લીલો રંગ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. એટલું જ નહીં આ લોકો માટે વાદળી રંગ પણ ખાસ માનવામાં આવે છે.

શુક્ર તુલા રાશિનો સ્વામી છે, તેથી આ રાશિના લોકો માટે શુભ રંગ સફેદ અને આછો પીળો છે. આ વખતે હોળી પર તમે પીળો રંગ પસંદ કરી શકો છો.

વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિના લોકો માટે લાલ અને મરૂન રંગ શુભ માનવામાં આવે છે. આ શુભ રંગનો ઉપયોગ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

ધનુ રાશિનો સ્વામી ગુરુ છે. ગુરુનો શુભ રંગ પીળો છે. આ રાશિના લોકોએ હોળી રમતી વખતે પીળા રંગનો ઉપયોગ કરવો જોઈએ.

મકર રાશિનો સ્વામી શનિ છે. શનિ સ્વામી હોવાને કારણે આ રાશિનો શુભ રંગ કાળો અથવા ઘેરો વાદળી છે. જો કે મકર રાશિના લોકો માટે મરૂન કલર પણ સારો માનવામાં આવે છે.

કુંભ રાશિનો સ્વામી શનિ છે. તેથી, આ રાશિનો શુભ રંગ કાળો અથવા ઘેરો વાદળી પણ માનવામાં આવે છે. આ વખતે તમે હોળીના શુભ અવસર પર આ રંગોનો ઉપયોગ કરીને લાભ મેળવી શકો છો.

મીન રાશિનો સ્વામી ગુરુ છે. ગુરુનો શુભ રંગ પીળો છે. આ પીળો રંગ તમારા જીવનમાં શુભતા લાવશે. આ વખતે હોળી પર તમે આ રંગથી હોળી રમી શકો છો.a
નોંધ: આ લેખ વાચકોની રુચિને ધ્યાનમાં રાખીને ધાર્મિક માન્યતાઓને આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ લેખમાં કરેલા દાવા સાથે લેખક કે સંસ્થા સંપૂર્ણપણે સહમત છે તેવું માની લેવું નહીં