શું તમે જાણો છો…! આ ઉંમરે હાર્ટ એટેકનો સૌથી વધુ ખતરો હોય છે
આજના સમયમાં હાર્ટ અટેક બહુ જ સામાન્ય ઘટના બની ગઈ છે. દરરોજ કોઈને કોઈ વ્યક્તિને કે સેલિબ્રિટીને હાર્ટ એટેક આવ્યો હોવાના અને મૃત્યુ થયું હોવાના સમાચાર આપણે સાંભળીએ છીએ. આ સમાચારોમાં 30 વર્ષની કે એથી પણ ઓછી ઉંમરની વ્યક્તિઓ પણ સામેલ છે. તેથી આવી સ્થિતિમાં ઘણીવાર આપણને સમજવાનું મુશ્કેલ થઈ જાય છે કે કઈ ઉંમરે હાર્ટ એટેકનું ખતરો સૌથી વધુ હોય છે, કારણ કે ફીટ દેખાતા નાની ઉંમરના લોકોને પણ આજકાલ હાર્ટ અટેક આવે છે
ડોક્ટરોનું કહેવું છે કે હાર્ટ એટેકને ઉંમર સાથે લેવાદેવા નથી. હાર્ટ એટેક કોઈપણ ઉંમરે આવી શકે છે. તેને માટે કેટલાક જોખમી પરિબળો છે, જેમાં હાઈ બ્લડ પ્રેશર થતા ડાયાબિટીસ જેવા રોગોનો સમાવેશ થાય છે. આ સમસ્યાઓથી પીડિત લોકોને હાર્ટ એટેકનું જોખમ વધારે હોય છે ઉંમર વિશે વાત કરીએ તો 45 વર્ષની આસપાસના પુરુષોમાં હાર્ટ એટેકનું જોખમ વધારે હોય છે. તેવી જ રીતે 55 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓમાં પણ હાર્ટ એટેકનું જોખમ વધારે હોય છે. તે ઉપરાંત બહુ જ કસરત કરતા લોકોને પણ હાર્ટ એટેકનું જોખમ વધારે હોય છે, તેથી ૪૫ વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોએ મર્યાદિત માત્રામાં જ કસરત કરવી જોઈએ હકીકત એ છે કે 40 વર્ષની ઉંમરે વ્યક્તિનું શરીર એટલું ઝડપથી કામ કરી શકતું નથી. આવી સ્થિતિમાં જ્યારે તમે 45 વર્ષ પછી પણ ઘણી કસરત કરો છો તો તેના કારણે તમારા હૃદય પર ઘણું દબાણ આવે છે અને હૃદય ખૂબ જ ઝડપથી પંપ કરવા લાગે છે. આવી સ્થિતિમાં હૃદયના ધબકારા પણ અસામાન્ય થવા લાગે છે જે હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે.
હાર્ટ અટેક નું જોખમ કેવી રીતે ટાળવું એ વિશે અમે તમને માહિતી આપીશું
તમે હંમેશા ધ્યાન રાખો કે તમારી ક્ષમતા કરતાં વધારે કસરત ક્યારેય ના કરો. દિવસમાં એક વાર કસરત કરો સ્વસ્થ આહાર પર ધ્યાન આપો. દારૂથી અંતર રાખો. વ્યાયામ કરતાં પહેલાં તમારા ટ્રેનર સાથે તમારો તબીબી ઇતિહાસ પણ શેર કરો. તંદુરસ્ત જીવનશૈલીને અનુસરો. સ્વસ્થ દિનચર્યાને અનુસરો અને જો આ સમયે તમને કોઈ કારણસર હાર્ટ એટેકનું જોખમ હોય તો સમય સમય પર તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લો.