સ્પેશિયલ ફિચર્સ

હાઈ સેલ્ફ-રિસ્પેક્ટ ધરાવતા લોકોની જાણો 5 ખાસિયત: કઈ વાતો ગુપ્ત રાખે છે?

ઘણીવાર લોકો આત્મસન્માનને અહંકાર સમજી બેસે છે, પરંતુ વાસ્તવમાં આ બંને વચ્ચે એક પાતળી ભેદ રેખા છે. આત્મ-સન્માનનો અર્થ પોતાની નજરમાં પોતાનું મૂલ્ય જાળવી રાખવું અને પોતાની ગરિમા સાથે કોઈ પણ ભોગે સમજૂતી ન કરવી તેવો થાય છે. નિષ્ણાતોના મતે હાઈ સેલ્ફ-રિસ્પેક્ટ ધરાવતી વ્યક્તિ દરેકને સફાઈ આપવી જરૂરી નથી સમજતી અને પ્રાઈવસીને જીવનનું સૌથી મહત્વનું પાસું માને છે તો ચાલો જાણીએ કે એવી કઈ બાબતો છે જે હાઈ સેલ્ફ-રિસ્પેક્ટ ધરાવતા લોકો કોઈની સાથે શેર કરતા નથી.

અંગત જીવનની વિગતો

હાઈ લેવલ સેલ્ફ-રિસ્પેક્ટ ધરાવતા લોકો પોતાના અંગત જીવનની વિગતો દરેક સાથે શેર કરવાનું ટાળે છે. તેમના સંબંધો કે કૌટુંબિક બાબતો વિશે તેઓ ખૂબ જ મર્યાદિત લોકો સાથે જ વાત કરે છે. આ કોઈ રહસ્યમય રહેવાની વૃત્તિ નથી, પરંતુ પોતાની પ્રતિષ્ઠાને જાળવી રાખવાનો એક રસ્તો છે, જેથી ભવિષ્યમાં કોઈ તેમની નબળાઈનો લાભ ન ઉઠાવી શકે.

આ પણ વાંચો : શું માત્ર 48 કલાકમાં કોલેસ્ટ્રોલ ઘટાડવું શક્ય છે? જાણો શું કહે છે નવું સંશોધન!

ભૂતકાળની ભૂલોમાંથી શિખવાનું

આત્મસન્માન ધરાવનાર વ્યક્તિ પોતાની જૂની ભૂલોનું પ્રદર્શન કરીને લોકોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ નથી કરતી. તેઓ ભૂતકાળની ભૂલોમાંથી શીખવામાં માને છે, તેને જાહેર કરીને પોતાના માર્ગમાં અવરોધ ઊભો કરવામાં નહીં. તેઓ પોતાની ભૂલોની જવાબદારી જાતે સ્વીકારે છે અને તેને સુધારવા પર ધ્યાન આપે છે.

પોતાની નબળાઈઓ

આવા લોકો પોતાની નબળાઈઓ દરેક સામે રજૂ કરતા નથી. તેઓ જાણે છે કે દરેક માણસમાં ખામી હોય છે, પરંતુ તે ખામીઓ પર કોઈ હસે અથવા બિનજરૂરી દયા બતાવે તે તેમને મંજૂર હોતું નથી. તેઓ માત્ર એવી વ્યક્તિ પાસે જ દિલ ખોલે છે જે તેમને ખરેખર ઊંડાણથી સમજતી હોય.

આ પણ વાંચો : શિયાળાની ઋતુમાં બજારમાં જોવા મળતી આ લાલચટાક વસ્તુ છે વજન ઘટાડવામાં છે મદદરૂપ, જાણી લેશો તો…

સંઘર્ષ અને જવાબદારીઓ

જીવનમાં ગમે તેટલા પડકારો હોય, સેલ્ફ-રિસ્પેક્ટ ધરાવતા લોકો ક્યારેય પોતાની તકલીફોને રડતા નથી. તેઓ પોતાના સંઘર્ષને પોતાની અંગત સફર માને છે અને પોતાની જવાબદારીઓ જાતે નિભાવવામાં ગર્વ અનુભવે છે. તેઓ પોતાનો બોજ બીજા પર નાખવાને બદલે શાંતિથી લડવાનું પસંદ કરે છે.

આર્થિક સ્થિતિ

આત્મસન્માનને સર્વોપરી માનનારા લોકો ક્યારેય પોતાની આર્થિક સ્થિતિ વિશે બીજા સાથે ચર્ચા કરતા નથી. ખાસ કરીને જ્યારે તેઓ નાણાકીય સંકટ કે ક્રાઈસીસમાંથી પસાર થતા હોય, ત્યારે તેઓ આ વાતને અત્યંત ગુપ્ત રાખે છે. બીજાની સામે લાચાર દેખાવું તેમના આત્મસન્માનની વિરુદ્ધ છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button