હાય લા, ક્રિકેટ પ્રેમીઓ ક્યાં રમ્યા ક્રિકેટ? વીડિયો વાઈરલ…
ભારતમાં ક્રિકેટને કેવો ક્રેઝ છે તે બાબતની સૌકોઈ વાકેફ છે. ક્રિકેટને ભલે અંગ્રેજો દ્વારા ભારતમાં શરૂ કરવામાં આવી અને જેન્ટલમેન ગેમ પણ કહેવાય છે, પણ ક્રિકેટની રમતને ભારતે પોતાની સંસ્કૃતિમાં સામેલ કરી છે. ભારતીયો ક્રિકેટ પ્રેમીઓ છે એ વાત આખી દુનિયા જાણે છે.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ક્રિકેટ રમતા બાળકોનો એક વીડિયો વાઇરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં નવાઈની વાત છે પૂરી પીચ પર ક્રિકેટ નહીં, પણ વચ્ચે પાણી (Swimket + Swimming)માં ક્રિકેટ રમી રહ્યા છે. તમે કહેશો એમાં શું નવી વાત છે? પણ જે પ્રકારે આ છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા છે એ જોઈને તમને પણ ખરેખર મજા પડશે.
વાઇરલ વીડિયોમાં આ છોકરાઓ સૌથી અલગ પ્રકારે ક્રિકેટ રમી રહ્યા છે. ક્રિકેટની પિચની વચ્ચે એક નદી વહેતી જોવા મળે છે તેમ જ બોલર નદીના એક કિનારે અને બીજો બેટ્સમેન નદીના બીજા કિનારે ઊભો છે.
બોલરે રનઅપ લઈને બોલ ફેંક્યા પછી બેટ્સમેને બોલને હિટ કરીને નદીમાં કૂદકો મારી રન લેતો જોવા મળ્યો હતો, ત્યારબાદ એક ફિલ્ડરે થ્રો કરીને બેટરને આઉટ કર્યો હતો. એટલે ગઈ કાલે શ્રેયસ અય્યરના રોકેટ થ્રોની જેમ એક ફિલ્ડર થ્રો કરીને બેટ્સમેનને આઉટ કરી દીધો હતો.
સોશિયલ મીડિયાના જાણાતી પ્લેટફોર્મ X પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને ‘અ ક્રિકેટ + સ્વિમિંગની રમતને ઓલિમ્પિકમાં ઉમેરવી જોઈએ જેને અમે ‘સ્વિમકેટ’ નામ આપ્યું છે.’ એવું કેપ્શન પણ આપવામાં આવ્યું છે. આ વીડિયોને લોકોએ ખૂબજ પસંદ કરી અલગ અલગ પ્રકારની કમેન્ટ્સ અને પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
વર્લ્ડ કપમાં ભારત હારી ગયા પછી પણ ટવેન્ટી-ટવેન્ટી વર્લ્ડ કપની ઈંતજારી સાથે અન્ય મેચ રમાઈ રહી છે, પરંતુ આ વીડિયો વાઈરલ થયા પછી એક્સ પર પણ અત્યાર સુધીમાં હજારો લોકોએ જોયો છે.