ડાયેટ અને કસરત વગર પણ ઘટશે વજન, આ 3 ટિપ્સ તમારા શરીરને રાખશે ફિટ | મુંબઈ સમાચાર
નેશનલહેલ્થ

ડાયેટ અને કસરત વગર પણ ઘટશે વજન, આ 3 ટિપ્સ તમારા શરીરને રાખશે ફિટ

Weight loss tips: આજની વ્યસ્ત જીવનશૈલીમાં લોકો ખાણી-પીણીનું ધ્યાન રાખી શકતા નથી. જેથી વજન વધી જાય છે. ત્યારબાદ વજન ઘટાડવા માટે ઘણી મહેનત કરવી પડે છે. કેટલાક લોકો જીમમાં જવાનું શરૂ કરે છે. તો કેટલાક લોકો ખાવા-પીવાનું ઘટાડી દે છે. પરંતુ કોઈ નિષ્ણાતની સલાહ આવું કરવાથી શરીરને નુકસાન થઈ શકે છે. પરંતુ જો વજન ઘટાડવું છે, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે જીમ કે ડાયેટ કર્યા વગર વજન ઘટાડી શકો છો. અમે તમારી માટે વજન ઘટાડવાની કેટલીક અસરકારક ટિપ્સ લઈને આવ્યા છીએ.

વજન ઘટાડવાની 3 ટિપ્સ

વજન ઘટાડવા માટે કેલેરી ઇનટેકનું ધ્યાન રાખવુ ઘણું જરૂરી છે. તમે પ્રોટીન શેક, ફાઈબરથી ભરપૂર ખોરાકને તમારા આહારમાં સામેલ કરી શકો છો. સાથોસાથ દુકાનોમાં મળતો તળેલો ખોરાક, સુગરથી ભરપૂર કોલ્ડડ્રિંક્સ, એનર્જી ડ્રિંક્સ વગરેનું સેવન બંધ કરી દેવું જોઈએ. નહીંતર વજન ઘટવાને બદલે વધી જશે. વધારે તળેલો અને સુગરવાળો ખોરાક લેવાથી કોલેસ્ટ્રોલ અને સુગર વધી શકે છે.

વજન ઘટાડવા માટે પાણી મહત્ત્વનો ભાગ ભજવે છે. શરીરને પૂરતા પ્રમાણમાં પાણી આપવાથી મેટાબોલિઝમ મજબૂત બને છે. સાથોસાથ પાણી પીતા રહેવાથી ભૂખ પણ ઓછી લાગે છે. પાણી સિવાય તમે નારિયેળ પાણી, ગ્રીન ટી, લીંબુ અને મધવાળું પાણી, પુદીનાનું પાણી જેવા હેલ્ધી ડ્રિંક્સ પી શકો છો. જે તમારી વજન ઘટાડવાની યાત્રાને ઝડપી બનાવશે.

જો તમારે વજન ઘટાડવું છે, પરંતુ કસરત કે જીમમાં જવાનો સમય નથી. તો તમારે વોલ્કિંગ એટલે કે ચાલવાને જીવનનો ભાગ બનાવવો પડશે. દરરોજ ઓછામાં ઓછું 30 મિનિટ અવશ્ય ચાલવું જોઈએ. વહેલી સવાર ચાલવા માટેનો યોગ્ય સમય છે. જો સવારે સમય ન મળે તો તમે રાત્રે જમ્યા બાદ પણ ચાલી શકો છો. વજન ઘટાડવા માટે દરરોજ 10,000 પગલાં ચાલવાની સલાહ આપવામાં આવે છે.

(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલી તબીબી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)

આપણ વાંચો:કુપુતના આપેલા ડામ પર સ્વાભીમાનનો મલમ લગાડીને ગુજરાન ચલવતા આ વૃદ્ધની સ્ટોરી સાંભળી થઈ જશો ભાવુક

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button