પ્રોટીનથી ભરપૂર દાળને ખોટી રીતે રાંધીને ગુમાવી રહ્યા છીએ પોષણ, કઈ રીતે બનાવાય દાળ ? | મુંબઈ સમાચાર
હેલ્થ

પ્રોટીનથી ભરપૂર દાળને ખોટી રીતે રાંધીને ગુમાવી રહ્યા છીએ પોષણ, કઈ રીતે બનાવાય દાળ ?

આજના આધુનિક યુગમાં આપણે સગવડ અને સ્વાદના કરાણે ઘણી વખત આરોગ્યની અવગણના કરીએ છીએ. ટેકનોલોજી ઉપયોગે રસોઈને સરળ બનાવી દીધી છે, પરંતુ શું આ સરળતા આપણા સ્વાસ્થ્ય માટે સુરક્ષિત છે? ટેકનોલોજીના કારણે રસોઈમાં રાંધવામાં આવતી દાળમાં આપણે સામાન્ય ભૂલ કરીએ છીએ, એવું એક્સપર્ટસ કહે છે. તેમના મતે, પ્રેશર કૂકરમાં દાળ રાંધવી એ આરોગ્ય માટે હાનિકારક હોઈ શકે છે, કારણ કે તેનાથી પોષક તત્વો નષ્ટ થઈ શકે છે.

નિષ્ણાંતો પ્રમાણે દાળને પ્રેશર કૂકરમાં રાંધવાથી તેના મહત્વના પોષક તત્વો, જેમ કે વિટામિન્સ અને મિનરલ્સ, નષ્ટ થઈ જાય છે. આજે મોટાભાગના ઘરોમાં ઝડપથી રસોઈ બનાવવા માટે પ્રેશર કૂકરનો ઉપયોગ થાય છે, પરંતુ તેની તીવ્ર ગરમી અને દબાણના કારણે દાળની પોષણક્ષમતાને ઘટી જાય છે. દાળ એ પ્રોટીન, ફાઈબર, આયરન, કેલ્શિયમ અને અન્ય પોષક તત્વોથી ભરપૂર ખોરાક છે, જે શાકાહારી લોકો માટે ખાસ મહત્વ ધરાવે છે. આ ભૂલથી દાળમાંથી મળતા ફાયદા ઓછા થઈ જાય છે.

પહેલાના સમયમાં માટીના વાસણમાં દાળ રાંધવામાં આવતી હતી, કારણ કે માટીના વાસણમાં દાળ ધીમે ધીમે ગરમ થાય છે અને પોષક તત્વોને જાળવી રાખે છે. એટલા જ માટે માટીના વાસણમાં રસોઈ કરવાથી દાળનો સ્વાદ અને પોષણ બંને વધે છે. આપણા પૂર્વજો પણ આ રીતે રસોઈ કરતા હતા, જેનાથી માટીમાં રહેલા કુદરતી મિનરલ્સ ખોરાકમાં ઉમેરાતા હતા. જેનાથી દાળ વધુ સ્વાદિષ્ટ અને પચવામાં સરળ બનતી હતી છે, જે ગટ હેલ્થ માટે પણ ફાયદાકારક છે.

પાચન સુધારવાની ટિપ્સ

દાળના પાચનને વધારવા માટે નિષ્ણાંતો અડદ જેવી ભારે દાળોને પચાવવા માટે હીંગ, જીરું, હળદર અને મરી જેવા મસાલાઓનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. આ મસાલાઓ પાચનતંત્રને મજબૂત કરે છે અને દાળની પોષકતાને શોષવામાં મદદ કરે છે. આ ઉપરાંત, દાળને યોગ્ય રીતે ભીંજવીને રાંધવાથી પણ તેની પચનક્ષમતા વધે છે. આ નાની ટિપ્સ આરોગ્યને લાંબા ગાળે ફાયદો પહોંચાડી શકે છે.

દાળનું મહત્વ

દાળ એ શાકાહારી આહારનો મહત્વનો ભાગ છે, જે વેટ લોસ, હૃદય, મગજ, કિડની અને લીવરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે વિટામિન બી, આયરન, કેલ્શિયમ, પોટેશિયમ, કોપર અને ફાઈબરથી ભરપૂર હોય છે.

આપણ વાંચો:  તમે જે રોજ ટૂથબ્રશ વાપરો છો એ કોણે અને કઈ રીતે બનાવ્યું હતું, ના જાણતા હોય તો જાણો?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button