વારંવાર કહેવામાં આવ્યું છે છતાં ફરી કહીએ છીએ, આ આદતો છોડો નહીં તો આ કેન્સરનો ભોગ બનતા વાર નહીં લાગે

કેન્સર નામ સાભંળતા જ ભલભલાની પગ તળયેથી જમીન ખસી જાય છે. કેન્સર વિશ્વભરમાં મૃત્યુ માટે બીજા નંબરનું સૌથી મોટું કારણ છે. આ રોગ વિશે જાગૃતિ અને સાવચેતી રાખવી જરૂરી છે. જો સમયસર આ રોગનું નિવારણ થાય તો બીમારી સામે લડવું મુશ્કેલ નથી હોતું. કેન્સરના પણ અનેક પ્રકાર હોય છે. જેમાં સૌથી કેન્સરોમાં બ્લડ કેન્સરનો પણ સમાવેશ થાય છે. બ્લડ કેન્સર જેને લ્યુકેમિયા, લિમ્ફોમા અને માયલોમા જેવા સામાન્ય પ્રકારો સાથે, આ રોગના પ્રારંભિક સંકેતોને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ રોગ બોન મેરોમાંથી થાય છે. આ રોગ તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટાડી દે છે. જે બોન મેરોમાંથી શરૂ થાય છે.

બ્લડ કેન્સર શું છે?
બ્લડ કેન્સર એ બોન મેરોમાંથી શરૂ થતો રોગ છે, જ્યાં લોહીના કોષો બને છે. આ રોગમાં અસામાન્ય કોષો અસામાન્ય રીતે વધવા લાગે છે, જે સામાન્ય લોહીના કોષોની કામગીરીમાં અડચણ ઉભી કરે છે. પરિણામે, શરીરમાં નવા સ્વસ્થ કોષો બનતા નથી, અને ચેપ સામે લડવાની શક્તિ ઘટી જાય છે. જો કે આ રોગનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી, પરંતુ ડીએનએમાં થતા ફેરફારો (મ્યુટેશન) તેનું મુખ્ય કારણ માનવામાં આવે છે. દરેક પ્રકારના બ્લડ કેન્સરના જોખમી પરિબળો અલગ-અલગ હોઈ શકે છે.
આ આદત વધારે છે બ્લડ કેન્સરનું જોખમ
અમુક આદતો અને પરિબળો બ્લડ કેન્સરનું જોખમ વધારી શકે છે. વધુ પડતુ ધૂમ્રપાન શરીરના ડીએનએને નુકસાન પહોંચાડે છે જે આ રોગનું પ્રમુખ કારણ હોઈ શકે છે, તેના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી થાય છે, જેનાથી કેન્સરનું જોખમ વધે છે. વધુ પડતું દારૂનું સેવન બોન મેરોને નુકસાન પહોંચાડે છે, જે લોહીના કોષોની રચના બગાડે છે. બેન્ઝીન જેવા ખતરનાક રસાયણો, જે સિગારેટના ધુમાડા, પેટ્રોલ અને પ્લાસ્ટિકમાં જોવા મળે છે, આ ધુવાળાના સંપર્કમાં લાંબા સમય સુધી રહેવાથી ડીએનએને નુકસાન થાય છે. આ ઉપરાંત, રેડિયેશનના ઊંચા સ્તરના સંપર્કમાં આવવાથી પણ આ રોગની શક્યતા વધે છે.
શું ઉપાય છે?
બ્લડ કેન્સરના જોખમને ઘટાડવા માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જરૂરી છે. મોટાપો ઘણા કેન્સરનું મૂળ કારણ છે, તેથી સંતુલિત આહાર અને નિયમિત વ્યાયામથી વજનને નિયંત્રણમાં રાખવું મહત્વપૂર્ણ છે. વય વધવાની સાથે ડીએનએમાં ફેરફારની શક્યતા વધે છે, જેનાથી વૃદ્ધોમાં આ રોગ વધુ જોવા મળે છે. જો પરિવારમાં કોઈને બ્લડ કેન્સર હોય, તો જોખમ થોડું વધી શકે છે, પરંતુ તેનું ચોક્કસ કારણ સ્પષ્ટ નથી. ધૂમ્રપાન અને દારૂ ટાળવા, રસાયણો અને રેડિયેશનથી દૂર રહેવું અને નિયમિત તબીબી તપાસ કરાવવાથી આ રોગનું જોખમ ઘટાડી શકાય છે.
ડિસ્ક્લેમર: આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે અને તે કોઈ દવા કે સારવારનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા ડોક્ટરની સલાહ લો. આ માહિતીની સચોટતા અને અસરકારકતાની જવાબદારી લેતું નથી.
આપણ વાંચો: સર્વાઈકલના દુખાવાથી પરેશાન છો? આ સરળ ટીપ્સ તમને આપશે રાહત