પ્રોટીનની ઉણપથી થઈ શકે છે ગંભીર બીમારીઓ, જાણો તેના લક્ષણો અને ઉપચાર

Protein deficiency symptoms: પોતાના શરીરને સ્વસ્થ રાખવું એ દરેક વ્યક્તિની જવાબદારી છે. પોષકતત્વોથી ભરપૂર ખોરાકનું સેવન કરીને વ્યક્તિ સ્વસ્થ રહી શકે છે. પ્રોટીન એ શરીરના વિકાસમાં ભાગ ભજવતું મહત્ત્વનું પોષકતત્વ છે. શરીરમાં પ્રોટીનની ઉણપના કારણે ઘણી સમસ્યાઓ સર્જાય છે.
શરીરમાં પ્રોટીનની ઉણપના લક્ષણો
પ્રોટીનની ઉણપના કારણે શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. આ લક્ષણોને ઓળખવા જરૂરી છે. જે પૈકીનું પહેલું લક્ષણ વાળ પાતળા થવા, વાળ ખરવા છે. તમારા નખ પણ નબળા અને શુષ્ક થઈ શકે છે. આ સિવાય તમારી ત્વચા પણ શુષ્ક અને ભુખરી થઈ શકે છે. કારણ કે કેરાટિન, કોલેજન અને ઇલાસ્ટિન જેવા પ્રોટીન વાળ, નખ અને ત્વચાના સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ છે.
રક્તવાહિનીઓમાંથી પ્રવાહી નીકળીને આસપાસની પેશીઓમાં ભેંગુ થઈ જાય છે. જેથી પગ, પગની ઘૂંટીઓ, હાથ અને પેટમાં સોજો આવી જાય છે. જે એડીમા તરીકે ઓળખાય છે. એડીમા પણ પ્રોટીનની ઉણપનું એક લક્ષણ છે. આરામ કર્યા બાદ પણ થાક લાગવો એ પ્રોટીનની ઉણપનો સ્પષ્ટ સંકેત હોઈ શકે છે. કારણ કે પ્રોટીનની ઉણપના કારણે શરીરમાંથી ઊર્જા ઘટતી જાય છે. જેથી શરીર થાક, સુસ્તી અને માનસિક નીરસતા અનુભવે છે.
સામાન્ય રીતે પ્રોટીન ડેરી પ્રોડક્ટ માથે વધારે માત્રામાં મળી આવે છે. જેથી તમે પ્રોટીન મેળવવા માટે દૂધ, દહીં, ઈંડા, માછલી, ચિકન જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. જો તમે શાકાહારી છો તો કઠોળ જેવા કે ચણા, રાજમા, સોયાબીન, બદામ જેવી વસ્તુઓનું સેવન કરી શકો છો.
(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલી તબીબી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)
આ પણ વાંચો…રોગ પ્રતિકારક શક્તિ વધારવા અપનાવો આ 7 આદતો, ક્યારેય નહીં પડો બીમાર…