ઘરે બનાવેલા આ નાસ્તાનું વહેલી સવારે કરો સેવન, આખો દિવસ શરીર રહેશે એનર્જીથી ભરપૂર

Homemade High protein breakfast: શરીરને ચલાવવા માટે યોગ્ય પોષક તત્વોવાળા ખોરાકનું સેવન કરવું જરૂરી છે. સામાન્ય રીતે લોકો સવાર, બપોર અને સાંજ એમ ત્રણ ટાઈમ ખોરાકનું સેવન કરતા હોય છે. જે પૈકી સવારનો નાસ્તો ઘણો મહત્ત્વનો છે. ઘણીવાર સવારે નાસ્તો ન કરવાને કારણે વ્યક્તિના શરીરમાં અશક્તિ પણ આવી જતી હોય છે. તેથી સવારે એવો નાસ્તો કરવો જોઈએ. જે વિટામિન અને પ્રોટિનથી ભરપૂર હોય. અહીં અમે ઘરે બેઠા હાઈ પ્રોટિન બ્રેકફાસ્ટ કેવી રીતે બનાવાય એ જણાવવા જઈ રહ્યા છીએ.
ઘરે સરળ રીતે બની જશે નાસ્તો

ઘણા લોકો સવારે વહેલા ઊઠીને એ વિચારવા માંડે છે કે હવે નાસ્તામાં શું ખાવ? જ્યારે કશું સુઝતું નથી, ત્યારે વ્યક્તિ નાસ્તો કર્યા વગર જ આખો દિવસ ચલાવી લે છે. પરંતુ આવું ન કરવું જોઈએ. કારણ કે સવારનો નાસ્તો સ્વાસ્થ્ય માટે ઘણો લાભદાયી સાબિત થાય છે. સવારે નાસ્તામાં શું ખાવું? જો દરરોજ તમને આ વિચાર મૂંઝવે છે, તો તમે એક ઉપાય કરી શકો છે.
આ પણ વાંચો: 15 દિવસ સુધી રોજ બે ઈલાયચીનું સેવન કરો અને ભગાડો આટલી બીમારી…
ચણા, મગ, સૂકી દ્રાક્ષ અને મગફળી દ્વારા હાઈ પ્રોટિન બ્રેકફાસ્ટ બનાવી શકાય છે. જેને તૈયાર કરવા માટે વધારે મહેનત કરવાની પણ જરૂર પડતી નથી. બજારમાંથી ચણા, મગ, સૂકી દ્રાક્ષ અને મગફળીને લાવીને સાચવી રાખો. આ તમામ વસ્તુઓને રાત્રે પાણીમાં પલાળી રાખો. સવારે ઊઠીને તેને પાણીમાંથી અલગ કાઢી લો. તમારો હાઈ પ્રોટિન બ્રેકફાસ્ટ તૈયાર છે. તેનો સ્વાદ વધારવા માટે તમે ડુંગળી-ટામેટા, ધાણા-મરચાં તથા સ્વાદ અનુસાર મીઠું પણ ઉમેરી શકો છો.

ઉલ્લેખનીય છે કે, આ નાસ્તો એનર્જીનો ભરપૂર સ્રોત છે. જેનું વહેલી સવારે સેવન કરવાથી લાંબો સમય સુધી ભૂખ લાગતી નથી. પ્રોટિન અને વિટામિનથી ભરપૂર બ્રેકફાસ્ટ શરીરને પોષણ આપે છે અને મેટાબોલિઝમને મજબૂત બનાવે છે. તેનાથી બ્રેન પણ એક્ટિવ થાય છે. જેથી શરીર પણ સ્વસ્થ રહે છે.