સંતરાના રસના સ્વાસ્થ્ય લાભો: જાણો કઈ રીતે બને છે ગુણકારી

Orange juice health benefits: સંતરા પોષક તત્વોથી ભરપૂર ફળ છે. તેમાં રહેલ નેચરલ સુગર અને વિટામિન સી શરીર માટે લાભદાયી છે. તેથી ઘણા લોકો સંતરાનો રસ કાઢીને પીવે છે. આ રસ શરીરની ઘણી સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે ફાયદાકારક છે.
કંટ્રોલમાં રહેશે કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર
બેડ કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશર હૃદયને લગતી સમસ્યાઓનું જોખમ વધારે છે. સંતરાના રસમાં ફ્લેવોનોઇડ્સ અને પેક્ટિન નામનું નેચરલ કંપાઉન્ડ હોય છે. જે શરીરમાં ફેટ એબ્સોર્પશનને ઓછું કરે છે અને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. સંશોધનોમાં જાણવા મળ્યું છે કે, સંતરાના રસથી બેડ કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે. આ સિવાય સંતરાના રસમાં એન્ટિઓક્સિડેન્ટ અને હેસ્પરિડિન જેવા ખાસ કંપાઉન્ડ પણ હોય છે. જે નસોને ઢીલી કરી દે છે. જેથી લોહી સરળતાથી વહી શકે છે. જેથી સંતરાનો રસ હૃદય સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટેનો રામબાણ ઈલાજ છે. જોકે, સંતરાનો રસ પીતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
આ પણ વાંચો: Health: બાળકોને સંતરા ખવડાવવાથી શરદી અને ઉધરસ થતા અટકે છે, જાણો હકીકત?
દરરોજ કેટલો રસ પીવો જોઈએ?

પેકેટમાં મળતો સંતરાનો રસ ન પીવો જોઈએ. કારણ કે તેમાં આર્ટિફિશિયલ સુગર હોય છે. સંતરામાં નેચરલ સુગર હોય છે. જેથી તેમાં ખાંડ પણ ન ઉમેરવી જોઈએ. એક ગ્લાસ રસમાં 24 ગ્રામ નેચરલ સુગર હોય છે. તેથી તેનું વધુ પડતું સેવન શરીરમાં સુગરનું લેવલ વધારી શકે છે.
આ પણ વાંચો: અનેક બીમારીમાં ઉત્તમ ગણાય છે અમૃતફળ
ઘરે મશીનમાં સંતરાનો રસ કાઢીને દરરોજ 150-200 મિલીલીટર માત્રામાં જ તેનું સેવન કરવું જોઈએ. જો તમે દરરોજ એક નાનો ગ્લાસ ભરીને સંતરાનો રસ પીવો છો અને સાથોસાથ કસરત અને બેલેન્સ ડાયટ ફોલો કરો છો, તો હૃદય તંદુરસ્ત રહેશે. જોકે, ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ અથવા કિડનીની કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યા છો, તો તમારે ડાયટ બદલતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.