‘દરરોજ એક સફરજનનું સેવન ડૉક્ટરને દૂર રાખે છે’: આ વાતમાં સત્ય અને તથ્ય કેટલું?

Health Benefits of Apples: ‘દરરોજ એક સફરજનનું સેવન ડૉક્ટરને દૂર રાખે છે’, વર્ષ 1866માં વેલ્સમાં આ કહેવતનો ઉદ્ભવ થયો હતો. ધીમેધીમે તે પ્રચલિત બનતી ગઈ. લોકો તેનું અનુસરણ કરતા ગયા. પરંતુ આ વાતમાં કેટલું સત્ય રહેલું છે? સફરજન ખાવાથી શરીરને કોઈ નુકસાન તો નથી થતું? વગેરે જેવી બાબતો પણ જાણી લેવી જરૂરી છે.
દરરોજ એક સફરજન ખાવાથી શું થાય?
વેલ્સમાંથી પ્રચલિત થયેલી કહેવતની સત્યતા જાણવા માટે વર્ષ 2015માં 9000 લોકો પર એક સંશોધન કરવામાં આવ્યું હતું. દરરોજ એક સફરજન ખાતા લોકોને અન્ય લોકોની સરખામણીમાં ડૉક્ટર પાસે બહુ ઓછી સંખ્યામાં જવાનું થાય છે. એવું સંશોધનમાં સામે આવ્યું હતું. આ ઉપરાંત, સંશોધકોએ નોંધ્યું હતું કે, જે લોકો દરરોજ સફરજન ખાય છે. તેમણે મેડિકલ સ્ટોરની દવાઓ પર નિર્ભર રહેવાની જરૂર પડતી નથી. આમ, સંશોધકોએ ‘દરરોજ એક સફરજનનું સેવન ડૉક્ટરને દૂર રાખે છે’ આ કહેવતને બદલીને ‘દરરોજ એક સફરજનનું સેવન ફાર્માસિસ્ટને દૂર રાખે છે’ એમ કરવાની ભલામણ કરી હતી. આ સિવાય તમે એક દિવસમાં એક કરતા વધારે સફરજન પણ ખાઈ શકો છો.
આ પણ વાંચો : શરીરને સ્વસ્થ રાખવા માટે મેગ્નેશિયમ અને ઝિંક કેમ જરૂરી છે?
સફરજનમાં રહેલા પોષકતત્વો અને તેના ફાયદા
નિષ્ણાતોના મતે, સફરજનમાં વિટામિન C, આયર્ન કે કેલ્શિયમનું પ્રમાણ વધુ નથી હોતું. પરંતુ તેમાં રહેલા શક્તિશાળી પોલિફેનોલ્સ અને એન્ટીઑકિસડન્ટો તેને ખાસ બનાવે છે. સફરજન એન્ટીઑકિસડન્ટોમાં બીજા ક્રમનું સૌથી ધનિક ફળ ગણાય છે. સફરજન ફાયટોકેમિકલ્સ (જેમ કે ફ્લેવેનોલ્સ) અને પોલિફેનોલ્સનો ઉત્તમ સ્ત્રોત છે. પોલિફેનોલ્સ સફરજનની છાલને લાલ રંગ આપે છે તત્વો હૃદયના સ્વાસ્થ્ય અને વજન ઘટાડવામાં મદદ કરે છે. સફરજનમાં નોંધપાત્ર માત્રામાં ફાઇબર હોય છે, જેમાં પેક્ટીન મુખ્ય છે. તે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ઘટાડે છે અને ગ્લુકોઝનું સ્તર સ્થિર રાખે છે. જ્યારે તેમાં રહેલું ફ્લોરિડિ્ઝન લોહીમાં સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
આ પણ વાંચો : સંતરાના રસના સ્વાસ્થ્ય લાભો: જાણો કઈ રીતે બને છે ગુણકારી
સફરજન કેવી રીતે ખાવું જોઈએ?
નિયમિત સફરજન ખાવાથી ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ 18 ટકા ઘટી શકે છે અને કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થઈ શકે છે, જોકે તેના માટે આ આદત એક અઠવાડિયાથી વધુ સમય સુધી જાળવી રાખવી જરૂરી છે. પોલિફેનોલ્સ શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ પરમાણુઓ છે જે મુક્ત રેડિકલ (Free Radicals)ને કંટ્રોલ કરે છે, જે લાંબા ગાળે કેન્સર અને હૃદય રોગનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે. સંશોધન સૂચવે છે કે સફરજનમાં રહેલા ફિનોલિક સંયોજનો હૃદય રોગ, કેન્સર, ડાયાબિટીસ અને સ્થૂળતાનું જોખમ ઘટાડી શકે છે.
આ પણ વાંચો : ડાયેટ અને કસરત વગર પણ ઘટશે વજન, આ 3 ટિપ્સ તમારા શરીરને રાખશે ફિટ
ઘણા લોકો એવા હોય છે કે, જેઓ દરેક ફળની છાલ ઉતારીને ખાય છે. પરંતુ સંશોધકો સફરજન સાથે આવું ન કરવાની ભલામણ કરે છે. સફરજનને તેની છાલ સાથે જ ખાવું જોઈએ. કારણ કે સફરજનમાં રહેલું પોલિફેનોલ્સ અને એન્ટીઑકિસડન્ટ્સ તેની છાલમાં જ હોય છે. આમ, દરરોજ એક સફરજન ખાવાથી ડૉક્ટર પાસે જવાનું ઓછું થઈ જાય છે અને તમારા સ્વાસ્થ્ય પર એકંદરે તેની હકારાત્મક અસર થાય છે.