કિડનીના દુશ્મન છે આ ફૂડ, જાણી લેશો તો ફાયદામાં રહેશો… | મુંબઈ સમાચાર
હેલ્થ

કિડનીના દુશ્મન છે આ ફૂડ, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

કિડની એ માનવ શરીરનું એક મહત્ત્વનું અવયવ છે જે એક સ્માર્ટ ફિલ્ટરની જેમ કામ કરે છે. કિડનીને એટલા માટે હ્યુમન બોડીનું ઈમ્પોર્ટન્ટ ઓર્ગન કહેવાય છે કે કારણ કે તે શરીર માટેની સારી વસ્તુઓને એકઠી કરે છે અને ખરાબ વસ્તુઓને બહાર કાઢે છે. પરંતુ જો આ કિડનીનું ધ્યાન ના રાખવામાં આવે અને એમાં પણ ખાસ કરીને જ્યારે ડાયબિટીસ, બીપી કે ઉંમરને કારણે કિડની યોગ્ય રીતે ફંક્શન નથી કરતી ત્યારે મુશ્કેલી થાય છે. ચાલો જાણીએ કેટલાક એવા ફૂડ્સ વિશે કે જે કિડની પર દબાણ લાવીને તેના ફંક્શનમાં અવરોધ ઊભા કરે છે…

પાણીઃ
આઈ નો આ સાંભળીને તમારી આંખો પહોળી થઈ ગઈ હશે કારણ કે આપણે તો બાળપણથી એવું સાંભળતા આવ્યા છીએ કે પાણી એ તો જીવન છે. પરંતુ કોઈ પણ વસ્તુનો અતિરેક એ વિનાશ નોંતરે છે એમ વધુ પડતું પાણીનું સેવન પણ કિડની માટે જોખમી છે. જ્યારે કિડની ડેમેજ થાય છે ત્યારે તે વધુ પાણી શરીરની બહાર નથી ફેંકી શક્તિ અને એ શરીર પાણીમાં ભરાવવા લાગે છે. આને કારણે પગ, શરીર કે ફેફસામાં સોજા આવે છે.

મીઠુઃ
મીઠું રસોઈનું મહત્ત્વનું ઘટક છે અને તે ભોજનનો સ્વાદ વધારે છે એ જ રીતે તે વધુ પડી જાય તો ભોજનનો સ્વાદ બગાડે પણ છે. મીઠામાં સોડિયમ હોય છે અને આપણા ભોજનમાં પહેલાંથી જ નેચરલી સોડિયમ હોય છે. વધુ મીઠું ખાવાથી બ્લડપ્રેશર વધે છે અને એને કારણે કિડની પર અસર જોવા મળે છે.

ફળઃ
હવે તમે કહેશો કે ફળ એ તો હેલ્થ માટે સારા હોય છે અને ફળ ખાવાથી તો કઈ રીતે કિડની પર અસર થાય તો તમારી જાણ માટે કે અનેક ફળોમાં પોટેશિયમ હોય છે અને તે નબળી કે ઓછી કામ કરતી કિડની માટે જરાય સારું નથી. પોટેશિયમનું વધારે પડતું સેવન કિડનીની સાથે સાથે હાર્ટને પણ અસર કરે છે. કિડનીની સમસ્યા હોય એવા લોકોએ સફરજન, સ્ટ્રોબેરી, દ્રાક્ષ, નાસપતિ, અનાનસ અને બ્લેકબેરી જેવા ફળો ના ખાવા જોઈએ.

પ્રોટીનઃ
પ્રોટીન આમ તો શરીર માટે ખૂબ જ જરૂરી છે, પણ અગાઉ કહ્યું એમ કોઈ પણ વસ્તુનો અતિરેક છેલ્લે તો વિનાશ જ નોંતરે છે. આવું જ પ્રોટીન સાથે પણ છે. વધારે પડતું પ્રોટીનનું સેવન કિડની માટે નુકસાનકારક છે.

નારિયેળ પાણીઃ
નારિયેળ પાણીમાં મોટા પ્રમાણમાં પોટેશિયમ જોવા મળે છે અને કિડનીની સમસ્યા હોય એવા લોકોએ તો નારિયેળ પાણીથી દૂર જ રહેવું જોઈએ કે પછી જો પીવું જ પડે એમ હોય તો મર્યાદિત પ્રમાણમાં તેનું સેવન કરવું જોઈએ.

સપ્લીમેન્ટ્સ અને હર્બલ દવાઃ
કેટલાક લોકોને સપ્લીમેન્ટ્સ કે હર્બલ દવાઓ ખાવાની ટેવ હોય છે, પરંતુ એ શરીર અને કિડની બંને માટે નુકસાનકારક છે. બંને વસ્તુઓ કિડનીને ખૂબ જ ઝડપથી ડેમેજ કરે છે અને કિડની ફેઈલ થવાનું કારણ પણ બની શકે છે.

આપણ વાંચો: શરીરમાં Good Cholesterol વધારવા માટે કરો આ 6 વસ્તુઓનું સેવન, હાર્ટ પણ રહેશે હેલ્ધી

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button