વધારે મીઠું કિડની માટે ઝેર સમાન! જાણો નુકસાનથી બચવાનો સરળ ઉપાય | મુંબઈ સમાચાર
હેલ્થ

વધારે મીઠું કિડની માટે ઝેર સમાન! જાણો નુકસાનથી બચવાનો સરળ ઉપાય

Kidney Health Tips: કિડની ફેઈલ્યોરને કારણે તાજેતરમાં અભિનેતા સતિષ શાહનું નિધન થયું છે. જોકે, કિડની ફેઈલ્યોર જેવી પરિસ્થિતિ અચાનક સર્જાતી નથી. તેથી કિડનીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ઘણું જરૂરી છે. ખોરાકમાં વધુ પડતું મીઠું ઉમેરવું કે પ્રોસેસ્ડ ફૂડનું સેવન કરવું એ સામાન્ય આદત છે, પરંતુ આ આદત તમારી કિડની માટે ગંભીર અને ચિંતાજનક સાબિત થઈ શકે છે. મીઠું કિડનીને કેટલું નુકસાન કરે છે, આવો જાણીએ.

વધારે મીઠાની કિડની પર અસર

વધારે પડતા મીઠાના સેવનથી કિડનીને થતા નુકસાન અંગે વાત કરતા નિષ્ણાત તબીબો જણાવે છે કે, દરરોજ વધુ પડતું મીઠું ખાવાની આદતને ઘણા લોકો અવગણે છે. જોકે, સમય જતાં, આનાથી નીચેની ગંભીર કિડની સમસ્યાઓ થઈ શકે છે. આ સમસ્યાઓમાં કિડનીમાં પથરી (Kidney Stones), હાઈ બ્લડ પ્રેશર (High Blood Pressure), કિડનીના કાર્યમાં ખામી (Impaired Kidney Function)નો સમાવેશ થાય છે. જે લોકો પહેલેથી જ કિડની ફેલ્યોરનું જોખમ ધરાવે છે, તેમણે મીઠાના સેવન પ્રત્યે ખૂબ જ સજાગ રહેવાની જરૂર છે.

કિડની બચાવવાના સરળ ઉપાયો

કિડનીને સ્વસ્થ રાખવા માટે યોગ્ય ખોરાક લેવો જોઈએ. કારણ કે રસોઈ અને ખાવાની આદતોમાં નાનો ફેરફાર કિડનીના સ્વાસ્થ્યમાં મોટો ફરક લાવી શકે છે. મીઠા પરની નિર્ભરતા ઘટાડવા માટે, તમે લીંબુ, કાળા મરી અને લસણ જેવા કુદરતી ઘટકોનો ઉપયોગ કરીને વાનગીઓનો સ્વાદ અને સુગંધ વધારી શકો છો. ડોક્ટર ચેતવણી આપે છે કે, જો તમે રસોઈમાં ઓછું મીઠું ઉમેરતા હોવ તો પણ, પેકેજ્ડ અને પ્રોસેસ્ડ ખોરાક તમારા કુલ સોડિયમના સેવનમાં નોંધપાત્ર વધારો કરી શકે છે.

હંમેશા ફૂડ લેબલ પર ધ્યાન આપો અને શક્ય હોય ત્યાં સુધી પેકેજ્ડ ખોરાકને બદલે તાજા ખોરાક ખાવાનો આગ્રહ રાખો. આમ, થોડી જાગૃતિ અને રસોઈની આદતોમાં ફેરફાર કરીને તમે આવનારા વર્ષો સુધી તમારી કિડનીને સ્વસ્થ રાખી શકો છો.

(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલી તબીબી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)

આપણ વાંચો:  હળદરનું પાણી કે હળદરવાળું દૂધ: સ્વાસ્થ્ય માટે કયું પીણું છે વધુ શક્તિશાળી?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button