હેલ્થ

ઠંડીમાં બહાર જવાનું ટાળો છો? હાર્ટને સ્વસ્થ રાખવા ઘરે જ કરો આ 15 મિનિટની કસરત

Indoor exercise for lung and heart: એક તરફ હવામાનમાં પ્રદૂષણ વધી રહ્યું છે અને બીજી તરફ શિયાળાની કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે. જોકે, વધતા પ્રદૂષણના ડરને કારણે ઘણા લોકોએ ગાર્ડનમાં મોર્નિંગ વોક પર જવાનું અને કસરત કરવાનું બંધ કરી દીધું છે. જોકે, આવું વલણ ફેફસાં અને હૃદય માટે જોખમી સાબિત થઈ શકે છે.

કસરત ન કરવાથી શું થાય?

જાણીતા ડોક્ટરના જણાવ્યાનુસાર ફેફસાં અને હૃદયના રોગો ધીમે ધીમે વિકસે છે. છાતીનું જકડાવું અને છાતીમાં દુખાવો થવો તથા શ્વાસ લેવામાં તકલીફ પડવી એ ફેફસાની સમસ્યાના લક્ષણો છે. આ સિવાય જો તમને રાત્રે સૂતી વખતે સતત ખાંસી આવે છે, તો પણ સાવધાન થઈ જવું જોઈએ. આ પણ ફેફસાંની સમસ્યાનો અણસાર હોઈ શકે છે. આ સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે કસરત કરવી જરૂરી છે. પરંતુ વધતા પ્રદૂષણને કારણે ઘણા લોકો બહાર જવાનું અને કસરત કરવાનું ટાળે છે. પરંતુ ઘરમાં રહીને પણ કસરત કરી શકાય છે.

રોજ 15 મિનિટ ઇન્ડોર કસરત કરવી

શારીરિક પ્રવૃત્તિના અભાવે ફેફસાંની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે અને શરીરમાં બળતરા (Inflammation) વધે છે. ફેફસાંની નબળી સ્થિતિ સીધી હૃદય પર અસર કરે છે. જે લાંબા ગાળે હાર્ટ એટેકનું કારણ બની શકે છે. તેથી પ્રદૂષણને કારણે બહાર જવાનું ટાળો તે યોગ્ય છે, પરંતુ ઘરમાં પણ કસરત ન કરવી એ નુકસાનકારક છે. તેથી દરરોજ ઓછામાં ઓછી 15 મિનિટ ઘરમાં ઇન્ડોર કસરત કરવી જરૂરી છે.

ફેફસાં અને હૃદય માટે જરૂરી ટેસ્ટ

ઉલ્લેખનીય છે કે, શિયાળામાં હાર્ટ એટેકના કિસ્સા વધુ જોવા મળે છે. જેથી જો તમને ફેફસાં કે હાર્ટ સંબંધિત સમસ્યાના કોઈ લક્ષણો જણાતા હોય તો ડૉક્ટર્સ કેટલાક ટેસ્ટ કરાવવાની ભલામણ કરે છે. ફેફસાં માટે સ્પાયરોમેટ્રી (Spirometry) અને છાતીનો એક્સ-રે કરાવવો જોઈએ. જ્યારે હૃદય માટે ECG, TMT (Treadmill Test) અને એક્સ-રે કરાવવો જોઈએ.

આપણ વાંચો:  સ્ટ્રોક એલર્ટ: સવારે ઉઠતાંની સાથે જ દેખાય છે આ લક્ષણો? FAST ટેસ્ટથી કરો ઓળખ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button