શું શિયાળામાં નાળિયેર પાણી પીવું જોઈએ? 90 ટકા લોકો કરે છે આવી ભૂલ

Coconut water benefits: સામાન્ય રીતે નાળિયેર પાણીને ઉનાળાનું પીણું માનવામાં આવે છે, જેથી 90% લોકો શિયાળામાં તેને પીવાનું ટાળે છે. પરંતુ નાળિયેર પાણી માત્ર ઉનાળા માટે નથી. જો સાવચેતી સાથે પીવામાં આવે તો ઠંડીમાં પણ નાળિયેર પાણી સ્વાસ્થ્ય માટે ‘અમૃત’ સમાન પૂરવાર થઈ શકે છે.
શિયાળામાં નાળિયેર પાણી પીવાના મુખ્ય ફાયદા
શિયાળામાં પાણી ઓછું પીવાય છે, જેથી શરીરમાં પાણીની કમી સર્જાય છે. પરિણામે ત્વચા શુષ્ક પડી જાય છે. નાળિયેર પાણી કુદરતી રીતે શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખે છે. નારિયેળ પાણીમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે સ્કિનીત્વ ડ્રાયનેસ અને થાકને દૂર કરે છે. તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટો શરદી અને ફ્લૂ જેવા શિયાળાના સામાન્ય ચેપ સામે લડવામાં મદદ કરે છે. આમ શિયાળામાં પણ નારિયેળ પાણીનું સેવન ફાયદાકારક છે. પરંતુ તેને યોગ્ય સમયે પીવું જોઈએ.
આ પણ વાંચો : ગરમી વધતાં ઠંડા ઠંડા નાળિયેર પાણીના ભાવમાં પણ વધારો…
નારિયળ પાણી પીવાનો શ્રેષ્ઠ સમય કયો?
નાળિયેર પાણીની ઠંડી પ્રકૃતિ ધરાવે છે. તેથી તેને બપોરે પીવું જોઈએ. જ્યારે સૂર્યનો તડકો હોય ત્યારે નાળિયેર પાણી પીવું સૌથી વધુ હિતાવહ છે. આ સમયે શરીરનું તાપમાન સંતુલિત રહે છે. સવારે વહેલા પોરમાં અથવા રાત્રે સૂતી વખતે નારિયેળ પાણી પીવાની ભૂલ ન કરવી જોઈએ. આ ઉપરાંત જે લોકોને વારંવાર ખાંસી, દમ (Asthma) અથવા સાઇનસની સમસ્યા રહેતી હોય, તેમણે ડૉક્ટરની સલાહ લીધા વિના શિયાળામાં નારિયેળ પાણીનું સેવન ન કરવું જોઈએ.



