શું આમળા ખરેખર બધા માટે ‘સુપરફૂડ’ છે? આ લોકોએ ભૂલથી પણ આમળાનું સેવન ન કરવું

આમળાને વિટામિન સીનો ખજાનો અને સુપરફૂડ માનવામાં આવે છે. આમળાનો ઉપયોગ જ્યુસ, મુરબ્બો, ચુરણ બનાવી ખાવામાં ઉપયોગ કરે છે. પરંતુ ઘણા ઓછા લોકો એવું જાણતા હોઈ છે કે આમળા જેટલા ઉપયોગી છે, એટલા નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. તેના કુદરતી ઘટકો કેટલાકને એલર્જી આપી શકે છે, તો ઘણા બીમારીઓમાં તે હાલત ગંભીર બનાવી દે છે. તો આવો જાણીએ કે કોને કોને આમળાનું સેવન ન કરવું જોઈએ.
લો બ્લડ શુગરવાળાને આમળા ખાવથી બચવું
જેમનું બ્લડ શુગર લેવલ નીચું રહે છે અને ચક્કર આવે છે, તેણે આમળા ખાવાથી બચવું જોઈએ. સામાન્ય રીતે આમળા બ્લડ શુગર ઘટાડવામાં મદદ રૂપ થાય છે. એટલે કે જો લો બ્લડ શુગર વધુ ઘટાડી દે છે. આવી સ્થિતીમાં તમે આમળા ખાવ છો તો કમજોરી અને બેહોશી આવવાની શક્યતા રહે છે. ડાયાબિટીસની દવા લેતા હો તો પણ ડૉક્ટરની સલાહ વગર આમળાનું સેવન ન કરવું જોઈએ.
એસિડિટી-ગેસના દર્દીઓ દૂર રહો
આમળા ખૂબ ખાટા હોઈ છે અને જેનું પેટના સંવેદનશીલ હોઈ એટલે કે જે લોકોને એસિડિટી, છાતીમાં બળતરા, ગેસ અને પેટ દુખવાની ફરિયાદ રહેતી હોઈ. તેવા લોકોને આમળા ખાવની બચવું જોઈએ. આ ઉપરાંત જેને અલ્સર, ગેસ્ટ્રાઇટિસ કે એસિડ રિફ્લક્સની તકલીફ હોય તેણે પણ ખાસ કરીને ખાલી પેટ કે વધારે પડતો આમળા ન ખાવા જોઈએ.
બ્લડ થિનર દવા લેનારા ખાસ ધ્યાન રાખે
આમળા શરીરનું લોહી પાતળું કરવાનો ગુણ ધરાવે છે. જો તમે એસ્પિરિન, વૉર્ફેરિન કે ક્લોપિડોગ્રેલ જેવી દવા લો છો, તો આમળા ખાવાનું ટાળો. કેમ કે આ બંને વસ્તુ એક સાથે કરવાથી શરીરનું લોહી વધુ પડતું પાતળું થઈ જશે અને બ્લીડિંગનું જોખમ વધી જશે.
કિડની સ્ટોન અને ગર્ભવતી મહિલાઓ માટે સાવધાની
આમળામાં વધુ વિટામિન સી હોવાથી તે શરીરમાં ઑક્સાલેટ બનાવે છે, જે કિડની સ્ટોનને વધારી શકે છે. જે લોકો કિડનીની પથ્થરી થઈ હોય તે લોકોને વધુ પડતા આમળા ન ખાવા જોઈએ. આ ઉપરાંત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓએ પણ વધુ માત્રામાં આમળા કે તેના સપ્લિમેન્ટ ડૉક્ટરની સલાહ વગર ન લેવા, કારણ કે તેનાથી પેટ ખરાબ થઈ શકે છે અથવા તો ઝાડા-ઊલટી થવાની શક્યતા પણ રહે છે.
આપણ વાંચો: ભેટ આપતા પહેલા ચેતી જજો! વાસ્તુ પ્રમાણે આ વસ્તુઓ સંબંધો માટે છે અશુભ.



