શિયાળામાં ખજૂર ખાવાની ટેવ કરાવશે અઢળક ફાયદા
શિયાળાની ઋતુ એ સ્વાસ્થ્યને સારું બનાવવાની ઋતુ છે, આ સમયે સ્વાસ્થ્યને લઈને થોડી બેદરકારી તમને શિયાળામાં બીમાર કરી શકે છે. આ સિઝનમાં બોડીને હેલ્ધી અને ફિટ રાખવા માટે ખોરાકમાં ખજૂરને સમાવવું જોઇએ. ખજૂરને વિન્ટર ડ્રાય ફ્રુટ કહેવામાં આવે છે કારણ કે તેમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા પોષક તત્વો મોટી માત્રામાં મળી આવે છે. તેને ખાવાના અનેક ફાયદા છે, તો ચાલો જાણીએ કે આ સિઝનમાં તેને ખાવાથી શું લાભ થાય છે?
પાચનતંત્રને રાખશે સ્વસ્થ
ખજૂર ખાવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે કારણ કે તેમાં લિક્વિડ ફાયબર ભરપૂર માત્રામાં હોય છે અને તેમાં એમિનો એસિડ પણ જોવા મળે છે.
બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે
ખજૂરમાં પોટેશિયમની માત્રા વિપુલ પ્રમાણમાં અને સોડિયમની માત્રા ઓછી હોવાથી તે શરીરની નર્વસ સિસ્ટમ માટે ખૂબ જ ફાયદાકારક છે. ખજૂર શરીરમાં LDL કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું રાખીને તમારા હૃદયના સ્વાસ્થ્યનું પણ રક્ષણ કરે છે.
ખજૂર એનર્જીથી ભરપૂર
ખજૂરમાં શરીરને એનર્જી આપવાની અદભૂત ક્ષમતા હોય છે. તેમાં ગ્લુકોઝ અને સુક્રોઝ જેવી મોટી માત્રામાં કુદરતી સુગર હોય છે. જો તમે દૂધ સાથે ખજૂર લો છો તો તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે.
ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક
ખજૂર ગર્ભવતી મહિલાઓમાં થતી અનેક પ્રકારની સમસ્યાઓથી રાહત આપે છે. તેનાથી રક્તસ્ત્રાવ ઓછો થાય છે.
વજન વધારશે
જો તમે વજન વધારવા માંગો છો તો ખજૂરનું સેવન કરો, કારણ કે તેમાં રહેલા તત્વો વજન વધારવામાં મદદરૂપ છે. આલ્કોહોલ પીવાથી શરીરને નુકસાન ન થાય તે માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
ક્યારે અને કેવી રીતે સેવન કરવું?
ખજૂરને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે ખાલી પેટ તેનું સેવન કરો. ખાલી પેટે ખાવાથી તમે દિવસભર સ્ફૂર્તિનો અહેસાસ થશે. તમે એક દિવસમાં 3 થી 4 ખજૂરનું સેવન કરી શકો છો.
નોંધ: અત્રે આપવામાં સૂચન એક ટિપ્સ છે, અનુસરતા પૂર્વે તબીબની સલાહ અવશ્ય લો.