આવ્યો રે વરસાદ મકાઈનો મોસમ લાવ્યો રે વરસાદ, પણ કોણે ન ખાવી જોઈએ મકાઈ?

વરસાદની સિઝનમાં રસ્તાઓ પર શેકેલી મકાઈની સુગંધ દરેકને આકર્ષે છે. ભલે મકાઈ આખું વર્ષ બજારમાં મળતી હોય, પરંતુ ચોમાસામાં ખેતરમાંથી તાજી આવેલી રસદાર મકાઈનો સ્વાદની વાત જ કઈક અલગ હોય.
લીંબુ અને મીઠું લગાવીને શેકેલી મકાઈ ખાવાની મજા જ કંઈક અલગ છે. આ સ્વાદિષ્ટ નાસ્તો માત્ર જીભને જ નહીં, પરંતુ સ્વાસ્થ્યને પણ અનેક ફાયદા આપે છે. મકાઈમાં રહેલા પોષક તત્વો શરીરને ઉર્જા આપે છે અને ઘણી બીમારીઓથી બચાવે છે.
આપણ વાંચો: ગુજરાતમાં ચોમાસું વેકેશન મુડમાં, આ વિસ્તારમાં વરસાદ પુરાવી શકે છે હાજરી…
આ પોષક તત્વો છે મકાઈમાં
મકાઈ એક પોષણથી ભરપૂર ખાદ્યપદાર્થ છે, જેમાં વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. એક અભ્યાસ પ્રમાણે, ઓર્ગેનિક અને પ્રોસેસ્ડ ન કરેલી મકાઈનું સેવન હૃદય રોગ, ટાઇપ-2 ડાયાબિટીસ, સ્થૂળતા અને પાચન સમસ્યાઓનું જોખમ ઘટાડે છે.
જ્યારે અન્ય એક રિપોર્ટ પ્રમાણે, પોપકોર્ન ખાનારા લોકો અન્ય કરતા 22% વધુ ફાઇબરનું સેવન કરે છે, જે તેમના પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. આ ઉપરાંત, મકાઈમાં રહેલા એન્ટીઑક્સિડન્ટ્સ શરીરને મુક્ત રેડિકલ્સથી બચાવે છે.
USDA અનુસાર, મધ્યમ કદની મકાઈ વિટામિન C, E અને Aથી ભરપૂર હોય છે. તેમાં થાઇમિન, લ્યુટીન અને ઝેક્સાન્થિન જેવા એન્ટીઑક્સિડન્ટ્સ હોય છે, જે આંખોની રોશની અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે.
મકાઈ ગ્લુટેન-મુક્ત હોવાથી ડાયાબિટીસના દર્દીઓ અને ગ્લુટેન સેન્સિટિવ લોકો માટે પણ યોગ્ય છે. તેની સ્વસ્થ ચરબી હૃદયના સ્વાસ્થ્યને ટેકો આપે છે અને બ્લડ પ્રેશરને સંતુલિત રાખે છે, જ્યારે એન્ટીઑક્સિડન્ટ્સ કેન્સરનું જોખમ ઘટાડે છે.
આપણ વાંચો: ગુજરાતમાં 50 ડેમ હાઈએલર્ટ પર, રાજ્યમાં સિઝનનો સરેરાશ 63.78 ટકા વરસાદ…
મકાઈની ત્રણ મુખ્ય પ્રકાર
સ્વીટ કોર્ન, રેગ્યુલર કોર્ન અને પોપકોર્ન. સ્વીટ કોર્ન મીઠી અને નરમ હોય છે, જે શાકભાજી તરીકે બાફેલી કે કાચી ખાવામાં આવે છે. રેગ્યુલર કોર્નનો ઉપયોગ પશુ આહાર માટે થાય છે અથવા તો મકાઈનું તેલ કે સ્ટાર્ચ બનાવવામાં થાય છે, જે ખાવા યોગ્ય નથી.
પોપકોર્ન ખાસ દાણાઓથી બને છે, જે ગરમ થતાં ફૂટીને હળવો નાસ્તો બનાવે છે. પ્રોસેસ્ડ મકાઈની સરખામણીએ તાજી મકાઈ વધુ પોષક હોય છે, જ્યારે ફ્રોઝન સ્વીટ કોર્ન પણ પોષણ જાળવી રાખે છે.
મકાઈ ખાઈની કોને ટાળવી જોઈએ?
મકાઈ ખાવાનું શ્રેષ્ઠ સમય સાંજે હળવા નાસ્તા તરીકે અથવા વર્કઆઉટ પહેલાં છે, કારણ કે તેના કાર્બોહાઇડ્રેટ્સ ઉર્જા આપે છે. જોકે, મોડી રાત્રે મકાઈ ખાવાથી બચવું જોઈએ, કારણ કે તેનું સ્ટાર્ચ પચવામાં સમય લે છે. ડાયાબિટીસના દર્દીઓએ મકાઈ મર્યાદિત માત્રામાં ખાવી જોઈએ, કારણ કે તે બ્લડ સુગર વધારી શકે છે. વધુ પડતું સેવન ગેસ, પેટ ફૂલવું કે કબજિયાતનું કારણ બની શકે છે. પાચન સમસ્યા કે કિડની રોગવાળા લોકોએ ડૉક્ટરની સલાહ લીધા પછી જ મકાઈ ખાવી જોઈએ.