સ્પેશિયલ ફિચર્સ

ટૉયલેટ સિટ પર બેસીને મોબાઈલ પર લાગી જાઓ છો? બન્ને ગંભીર નુકસાન કરશે ચેતી જજો…

મોબાઈલનો સતત ઉપયોગ કેટકેટલા શારીરિક અને માનસિક રોગને નોતરે છે તે વાત તો સૌ કોઈ જાણે છે, પરંતુ ઘણા લોકોને આદત હોય છે કે તેઓ ટોયલેટ સિટ પર બેસી લાંબા સમય સુધી મોબાઈલમાં વ્યસ્ત રહે છે. ઘણાન ટોયલેટ સિટ પર બેસી છાપું કે બુક વાંચવાની ટેવ હોય છે. ઘણા વિચારકો કે સર્જકો કહેતા હોય છે કે તેમને બેસ્ટ આઈડિયા ટૉયલેટ સિટ પર બેસીને આવ્યા છે. વાત સાચી હશે પણ સારી નથી. નિષ્ણાતોના કહેવા અનુસાર ભારતીય ટૉયલેટ પદ્ધતિ સ્વાસ્થ્ય માટે બરાબર હતી, પરંતુ વેસ્ટર્ન ટૉયલેટ સિટ પર દસ મિનિટ કરતા વધારે બેસી રહેવાનું તમારા માટે બીમારીનું કારણ બની શકે છે.

આ પણ વાંચો : શિયાળામાં વારંવાર ગરમ પાણી પીતાં હો તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે 5 મુશ્કેલી…

યુનિવર્સિટી ઓફ ટેક્સાસ સાઉથવેસ્ટર્ન મેડિકલ સેન્ટરના કોલોરેક્ટલ સર્જન ડૉ. લાઈ ઝૂએ મીડિયાને આ અંગે માહિતી આપી છે. તેમના કહેવા અનુસાર આ આદત હેમોરહોઇડ્સ (પાઈલ્સ) અને પેલ્વિક સ્નાયુઓને નબળા બનાવવાનું કામ કરે છે.

Credit : Daily Mail

શું કહે છે બીજા નિષ્ણાતો

ટોયલેટ સિટ ઑવલ શેપની હોય છે જેના કારણે બટ સંકુચિત થઈ જાય છે અને ગુદામાર્ગની સ્થિતિ ઘણી નીચે જતી રહે છે. ગુરુત્વાકર્ષણ શરીરના નીચેના ભાગને નીચે ખેંચે છે, જેનાથી નસો પર દબાણ આવે છે. આથી તે વન સાઈડ વાલ્વ જેવું કામ કરે છે. એક નળીથી લોહી આવે તો છે, પરંતુ બીજી નળીથી લોહી જતું નથી એટલે કે સરક્યુલેટ થતું નથી. આથી આસપાસની નસો લોહીથી ભરાઈ જાય છે, જે પાઈલ્સનું જોખમ વધારે છે.

વિદેશોમાં અને મોટી હોટેલોમાં ટૉયલેટમાં જ મેગેઝિન, ન્યૂઝ પેપર અને બુક્સ હોય છે. આ સાથે હવે દરેકના હાથમાં મોબાઈલ છે અને તેને લીધે ટૉયલેટ સિટ્સ પર લાંબો સમય બેસનારાની સંખ્યા વધી ગઈ છે. જેને લીધે પાઈલ્સ સહિતના દરદીઓ ડોક્ટરો પાસે આવતા થયા છે અને તેમની ઘણી આદતોમાં આ આદત પણ સામેલ છે, તેમ નિષ્ણાતોનું કહેવાનું છે.
આથી જો તમને પણ આવી આદત હોય તો આજે જ બદલી નાખજો.

આ પણ વાંચો : શું તમને પણ કોઇ ઇજા વિના શરીર પર ભૂરા રંગના ધબ્બા પડી ગયા છે?, આ રોગની નિશાની ….

વિશેષ નોંધઃ આ લેખ મીડિયા રિપોર્ટ્સના આધારે બનાવવામાં આવ્યો છે, તમે તમારા નિષ્ણાતની સહાય લઈ શકો છો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button