સ્પેશિયલ ફિચર્સ

HDFC બેંકના ખાતાધારકો માટે મહત્ત્વના સમાચાર, બે દિવસ નહીં લઈ શકો આ સર્વિસનો લાભ, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

દેશની સૌથી મોટી પ્રાઈવેટ સેક્ટરની બેંકમાંથી એક એવી એચડીએફસી બેંક (HDFC Bank)ના ખાતધારકો માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એમાં પણ જો તમે યુપીઆઈથી પેમેન્ટ કરો છો તો તો તમારે આ સમાચાર વાંચી લેવા પડશે. ખુદ બેંક દ્વારા ઈમેલ અને એસએમએસ કરીને ગ્રાહકોને આ વિશે જાણકારી આપી છે. ચાલો જોઈએ શું છે આ માહિતી…

એચડીએફસી બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આઠમી અને 15મી નવેમ્બરના રોજ સિસ્ટમ મેઈન્ટેનન્સનું કામ હાથ ધરવામાં આવશે. આ બંને દિવસો દરમિયાન ગ્રાહકોને યુપીઆઈ સર્વિસમાં વિક્ષેપનો સામનો કરવો પડી શકે છે. બેંક દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ અપગ્રેડેશન તેમની ડિજિટલ સર્વિસની ક્વોલિટી અને સિક્યોરિટી સુધારવા માટે હાથ ધરવામાં આવ્યું છે.

આપણ વાચો: સેબીએ આપી NSDLના 3000 કરોડના આઇપીઓને મંજૂરી, SBI,NSE અને એચડીએફસી બેંક હિસ્સો વેચશે

બેંક દ્વારા મોકલવામાં આવેલા ઈમેલમાં જણાવવામાં આવ્યું છે કે 8મી નવેમ્બરના મોડી રાતે 2.30 કલાકથી સવારે 6.30 કલાક સુધી એટલે કે આશરે ચાર કલાક અને 15મી નવેમ્બરના મધરાતે 12 વાગ્યાથી રાતે 1.30 વાગ્યા સુધી એટલે કે આશરે દોઢ કલાક માટે સિસ્ટમ મેઈન્ટેનન્સનું કામ હાથ ધરવામાં આવશે. આ સમયે એચડીએફસી બેંક એકાઉન્ટ સાથે કનેક્ટેજ યુપીઆઈ સર્વિસ ઉપલબ્ધ નહીં રહે.

ખાતાધારકોને બેંક દ્વારા અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ મુશ્કેલીથી બચવા માટે આ સમયે તેમણે વિવિધ વૈકલ્પિક પર્યાયનો ઉપયોગ કરે, જેથી કોઈ મુશ્કેલી ના પડે. એટલું જ નહીં બેંક ખાતાધારકો પાસેતકી સહકાર અને તેમણે દાખવેલા વિશ્વાસની સરાહના પણ કરી હતી.

આપણ વાચો: જૂના બેંક એકાઉન્ટ અને પૈસા ભૂલી ગયા છો? RBIએ જણાવ્યું કઈ રીતે પાછા મેળવી શકો છો પૈસા…

અત્રે ઉલ્લેખનીય છે કે વિવિધ બેંકો દ્વારા થોડા સમયે આ રીતે ટેક્નિકલ અપગ્રેડ હાથ ધરવામાં આવે છે, જેનો હેતુ ગ્રાહકોને વધારે સારો અને સુરિક્ષત સુવિધા પૂરી પાડવાનો હોય છે. એચડીએફસી બેંક દ્વારા પણ આ જ કારણસર નવેમ્બર મહિનામાં બે દિવસ સિસ્ટમ અપગ્રેડેશનનું કામકાજ હાથ ધરવાનું નક્કી કર્યું છે.

તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે આ કામની માહિતી ચોક્કસપણે શેર કરજો હં ને, જેથી તેમને કોઈ મુશ્કેલીનો સામનો ના કરવો પડે. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button