અંબાણી પરિવારની આ માનુનીનો લેડી બોસનો લૂક જોયો કે? એક વાર જોશો તો…

અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાન પરિવારોમાં કરવામાં આવે છે. આ ફેમિલીના દરેકે દરેક ઈવેન્ટ પર લોકોની બાજ નજર હોય છે અને એમાં પણ જ્યારથી અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ના લગ્ન થયા છે ત્યારથી તો આ પરિવારમાં લોકોનો રસ વધી ગયો છે.
એમાં પણ ખાસ કરીને લોકો અંબાણી પરિવારના મહિલા મંડળને લોકો ખૂબ જ નજીકથી ફોલો કરે છે. હાલમાં સોશિયલ મીડિયા પર અંબાણી પરિવારની વહુરાણી રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)નો એક સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાધિકા એકદમ સુંદર લાગી રહી છે, આવો જોઈએ શું છે ખાસ રાધિકાના લૂકમાં.
સોશિયલ મીડિયા પર રાધિકા મર્ચન્ટનો વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં રાધિકા પતિ અનંત અંબાણી સાથે જોવા મળી રહી છે. અનંત અંબાણીએ આ સમયે બ્લ્યુ કુર્તા-પાયજામો પહેર્યો છે. જ્યારે રાધિકાનો લૂક હંમેશાની જેમ એકદમ ફ્રેશ લાગી રહી છે. હંમેશા ક્યુટ, બબલી અને ગ્લેમરસ અને કેઝ્યુઅલ લૂકમાં જોવા મળતી રાધિકા આ સમયે એકદમ ગ્રેસફૂલ અને એલિગન્ટ, લેડી બોસ લૂકમાં જોવા મળી હતી.
આપણ વાંચો: અનંત-રાધિકાના લગ્ન પછીની પહેલી હોળીની અંબાણી પરિવારે કરી ભવ્ય ઉજવણી, કોણ રહ્યું હતું હાજર?
રાધિકાનો આ લૂક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સ તેનો આ લૂક જોઈને એકદમ ઉત્સાહમાં આવી ગયા છે.
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં રાધિકા ઓલ બ્લેક લૂકમાં જોવા મળી રહી છે. બ્લેક પેન્ટ અને બ્લેક પોલકા ડોટવાળા રફલ ટોપમાં રાધિકા એકદમ બ્યુટીફૂલ લાગી રહી છે. પ્રોફેશનલ લૂકમાં રાધિકા એકદમ કમાલની લાગી રહી છે. તેણે પોતાના આ લૂકને ખૂલા વાળ સાથે કમ્પલિટ કર્યો હતો. આ વીડિયોમાં રાધિકા એકદમ ખુશ થઈ દેખાઈ રહી છે. તે ખડખડાટ હસતી, તાળીઓ પાડતી જોવા મળી રહી છે.
આપણ વાંચો: જીન્સ-ટી શર્ટમાં ફરવા નીકળી અંબાણી પરિવારની આ મહિલા, વિના મેકઅપ પણ…
નેટિઝન્સ આ વીડિયો સામે આવતા જ તેના પર લાઈક્સ અને કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે અનંત અને રાધિકાનો આ સુપર કૂલ અંદાજ. બીજા એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે અનંત અને રાધિકા સાથે કેટલા સારા લાગી રહ્યા છે. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે અનંક અને રાધિકા એક પરફેક્ટ કપલ છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને એક વર્ષ થવા જઈ રહ્યું છે. ગયા વર્ષે જુલાઈ મહિનામાં મુંબઈમાં કપલે સાત ફેરા લીધા હતા. અંબાણી પરિવારે આ લગ્નમાં પૈસાની જેમ પાણી વહાવ્યા હતા અને એમાં દેશ-વિદેશથી મહેમાનોએ હાજરી આપી હતી.