બેબી ગેંડાનો આ વીડિયો જોયો કે? તમે પણ જોશો તો દિલ ખુશ થઈ જશે…

જે રીતે એક માતા માટે તેનું બાળક જ સર્વસ્વ હોય છે એ રીતે એક બાળક માટે એની માતા જ બધું હોય છે અને આ વાત માત્ર મનુષ્ય જ નહીં પણ પ્રાણીઓમાં પણ એટલી જ હદે લાગુ પડે છે. આ જ વાત સમજાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં એક બેબી ગેંડો પોતાની માતાનું રક્ષણ કરવા માટે જે હરકત કરે છે એ જોઈને તમારું મન પણ એકદમ ખુશ થઈ જશે. ચાલો જોઈએ એવું તે શું કર્યું આ બેબી ગેંડાએ…
વાત જાણે એમ છે કે એક માદા ગેંડાના પગની ટ્રીટમેન્ટ ચાલી રહી હતી પણ એ સમયે બેબી ગેંડાએ કંઈક એવું કર્યું હતું કે નેટીઝન્સનું દિલ અને પ્રેમ જીતી લીધો હતો. એનો વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો જોઈને એકદમ ખુશ થઈ ગયા છે અને એમાં પ્રાણીપ્રેમીઓ તો એકદમ ખાસ… વાત જાણે એમ છે કે જંગલમાં માદા ગેંડાના પગમાં ઈજા થાય છે અને વન વિભાગના અધિકારીઓ તેની સારવાર કરી રહ્યા છે. પણ એવામાં અચાનક જ આ માદા ગેંડાનું બચ્ચુ આ અધિકારીઓ પર હુમલો કરે છે.
એમાં થાય એવું છે કે આ બેબી ગેંડાને એવું લાગે છે કે આ બધા લોકો મળીને એની મમ્મીને ઈજા પહોંચાડી રહ્યા છે અને તે એમને એવું કરતાં રોકે છે. બેબી ગેંડાનો આ પ્રયાસ એટલો બધો પ્રેમાળ અને મનમોહક છે કે લોકો આ વીડિયોને વારંવાર શેર કરી રહ્યા છે.
અત્યાર સુધી આ વીડિયોને હજારો લોકો જોઈ ચૂક્યા છે અને તેના પર લાઈક અને કમેન્ટનો વરસાદ થઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર @AMAZINGNATURE પરથી શેર કરવામાં આવ્યો છે.