ટીમ ઈન્ડિયાના આ નાનકડાં ફેનનો વીડિયો જોયો કે નહીં?

19મી નવેમ્બરના રવિવારે અમદાવાદ ખાતે ઈન્ડિયા વર્સીસ ઓસ્ટ્રેલિયાની વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાઈ હતી અને છ વિકેટથી ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને પરાજિત કરીને છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી.
અત્યાર સુધી ટુર્નામેન્ટમાં રમાયેલી તમામ મેચમાં અજેય રહેનારી ટીમ ઈન્ડિયાના પરાજયને પગલે રાહુલ સેનાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. ભારતીય ટીમ ફાઈનલ મેચ હારી જતાં કરોડો ભારતીયોની આંખો આંસુઓથી છલકાઈ ગઈ હતી.
સોશિયલ મીડિયા પર આવા અનેક વીડિયો અને ફોટો વાઈરલ થઈ રહ્યા છે. જોકે આ બધામાં એક નાનકડાં બાળકનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં આ બાળક ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે અને તેની માતા તેને ચૂપ કરાવવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે.
ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલ મેચ હારી જતા કરોડો ઈન્ડિયન ક્રિકેટ ફેન્સ દુઃખી થઈ ગયા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર દિલને એક સ્પર્શી જાય એવો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં આ નાનકડાં ફેનને ટીમ ઈન્ડિયાની હારનો એટલો બધો આઘાત લાગી ગયો છે કે તે ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. જ્યારે બાળકની માતા તેને આશ્વાસન આપતી જોવા મળી રહી છે.
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં બાળક તેની મમ્મી અને આખા પરિવારે ટીમ ઈન્ડિયાની જર્સી પહેરી છે. આ વાત પરથી એક વાત તો સ્પષ્ટ થઈ જાય છે કે આખો પરિવાર ટીમ ઈન્ડિયાનો ફેન છે. આ વીડીયો એક્સ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે અને તેને અત્યાર સુધીમાં ચાર લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. નેટિઝન્સ આ વીડિયો પર જાત જાતની કમેન્ટ્સ આપી રહ્યા છે.