Divorce Temple વિશે સાંભળ્યું છે ક્યારેય? 700 વર્ષ જૂનો છે આ મંદિરનો ઈતિહાસ…

અત્યાર સુધી તમે અલગ અલગ દેવી-દેવતાઓના મંદિરો જોયા હશે. દરેક મંદિરોનો ઈતિહાસ, રીતિ રિવાજ અને મહત્વ અલગ અલગ હોય છે. પરંતુ કેટલાક મંદિરોની પરંપરા કે ખાસિયત એટલી અનોખી હોય છે તે જ્યાં જવા અને જેના વિશે વિચારવા માટે લોકો મજબૂર થઈ જાય છે. આ મંદિરોની ખાસિયત પણ અલગ અલગ હશે, પરંતુ તમે ક્યારેય ડિવોર્સ ટેમ્પલ વિશે સાંભળ્યું છે? નહીં ને? ચાલો આજે આ અનોખા મંદિર વિશે જણાવીએ અને ક્યાં આવેલું છે એ મંદિર એ જાણીએ-
ડિવોર્સ ટેમ્પલ નામ પરથી જ ખ્યાલ આવી ગયો હશે ને કે આ મંદિર છુટાછેડા માટે જાણીતું હશે. તમને કદાચ એવું પણ લાગ્યું હશે કે આ મંદિરમાં ડિવોર્સ થતા હશે, પરંતુ હકીકતમાં એવું નથી. આ મંદિરનો ઈતિહાસ 700 વર્ષ જૂનો છે, પણ અહીં કોના પણ ડિવોર્સ નથી થતાં. આઈ નો આઈ નો હવે તમને એવો સવાલ થયો હશે કે જો અહીં કોઈના ડિવોર્સ નથી થતાં તો પછી આખરે આ ટેમ્પલનું નામ ડિવોર્સ ટેમ્પલ કઈ રીતે પડ્યું?
આપણ વાંચો: અયોધ્યાની ઐતિહાસિક ઘટના સમગ્ર ભારતનું પ્રેરક બળ બની રહેશે…
ડિવોર્સ ટેમ્પલ જાપાનના કનાગવા પ્રાંતમાં આવેલું છે. કનાગવા પ્રાંતના કામાકુર શહેરમાં સ્થિત મતસુગાઓકા તોકેઈજી મંદિરની ડિવોર્સ ટેમ્પલના નામે ઓળખવામાં આવે છે. આ મંદિર આશરે 700 વર્ષ જૂનું છે. આ મંદિરનો ઈતિહાસ એવી મહિલાઓ સાથે સંકળાયેલો છે જેનું કોઈ ના હોય. આવી મહિલાઓને આ મંદિરમાં આશરો આપવામાં આવતો હતો.
નામથી વિપરીત આ મંદિરમાં કોઈનું ડિવોર્સ નથી થતા, પરંતુ નિરાધાર અને નિરાશ્રિત મહિલાઓ માટે આ મંદિર બીજું ઘર છે. એવું કહેવાય છે કે આ મંદિર એ સમયે બનાવવામાં આવ્યું હતું જ્યારે મહિલાઓ પાસે કોઈ અધિકાર નહોતા. ઘરેલુ હિંસા અને સતામણીનો ભોગ બનનારી મહિલાઓને આશરો આપવાના ઈરાદાથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
આપણ વાંચો: જ્ઞાનવાપી પર પ્રોફેસર ઈરફાન હબીબે કહ્યું કે સર્વેની કોઈ જ જરૂર નહોતી ત્યાં પહેલેથી જ….
રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર જાપાનના ડિવોર્સ ટેમ્પલનું નિર્માણ કાકુસાન શિડો-નીએ કરાવ્યું હતું. આ એ સમયે હતો કે જ્યારે મહિલાઓ પાસે કોઈ પણ પ્રકારના અધિકાર નહોતા.
મહિલાઓના જેમની સાથે લગ્ન થતાં હતા અને જ્યારે પુરુષો એ મહિલાથી ખુશ નહોતા ત્યારે તેઓ મહિલાઓને ડિવોર્સ આપી દેતા હતા. આવી સ્થિતિમાં આ મહિલાઓ માટે મંદિર એક આશરો હતો. આ મંદિરમાં થોડોક સમય રહ્યા બાદ મહિલાઓને લગ્નનું બંધ તોડવાની પરવાનગી મળી જતી હતી.
છે ને એકદમ અનોખું મંદિર? જો ભવિષ્યમાં કોઈ વખત જાપાન જવાનું પ્લાનિંગ કરો તો એકાદ વખત આ મંદિરની મુલાકાત લેવાનું ચૂકશો નહીં.