ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

આ છે હનુમાનજીની પ્રિય રાશિઓ, પૈસાની રહે છે રેલમછેલ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?

આજે 23મી જાન્યુઆરીના દિવસે દેશભરમાં ધામધૂમથી હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આજનો આ દિવસ મહાબલિ બજરંગ બલીના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. પણ શું તમને ખબર છે કે સંકટમોચન, પવનપુત્ર હનુમાનજીને કઈ રાશિઓ પ્રિય છે? કઈ રાશિ પર તેમની કૃપા દ્રષ્ટિ બની રહે છે? ચાલો આજે તમને એ વિશે જણાવીએ.

જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર મહાબલિ બજરંગ બલીને ચાર રાશિઓ ખૂબ જ પ્રિય છે અને આ ચારેય રાશિના જાતકો પર હંમેશાં તેમની કૃપા બની રહે છે. આવો જોઈએ કઈ છે એ ચાર ભાગ્યશાળી રાશિઓ કે જેમના પર હનુમાનજીનો હાથ રહે છે…

મેષ: મેષ રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે અને આ જ કારણે હનુમાનજીને આ રાશિ વિશેષ પ્રિય હોય છે. હનુમાનજી અને મંગળ વચ્ચે મિત્ર ભાવ છે, જેને કારણે આ રાશિના જાતકો પર તેમની કૃપા સદાય બની રહે છે. આ રાશિના લોકોને ધનધાન્યની પ્રાપ્તિ થાય છે. કરિયરમાં પણ આ રાશિના લોકોને સફળતા મળે છે. રોગ અને દુઃખોથી મુક્તિ મળે છે.

સિંહ: સિંહ રાશિના સ્વામી સૂર્ય છે અને સૂર્ય હનુમાનજીના ગુરુ છે. આ જ કારણે સિંહ પણ હનુમાનજીની મનગમતી રાશિઓમાંથી એક છે. સિંહ રાશિના જાતકો પર હનુમાનજી ખૂબ જ પ્રસન્ન રહે છે. આ રાશિના જાતકો ખૂબ જ નાની વયે સુખ સમૃદ્ધિ હાંસિલ કરી લે છે.

વૃશ્ચિકઃ વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ છે. હનુમાનજીની પૂજા કરવાથી આ રાશિના જાતકોની આર્થિક તંગી દૂર થાય છે. આ રાશિ પણ હનુમાનજીની પ્રિય રાશિમાંથી એક છે. આ રાશિના જાતકોને બળ બુદ્ધિની પ્રાપ્તિ થાય છે.

કુંભઃ કુંભ રાશિના સ્વામી શનિ છે અને હનુમાનજીએ જ શનિને લંકાપતિ રાવણની ચૂંગાલમાંથી મુક્ત કરાવ્યા હતા એટલે કુંભ રાશિ પણ હનુમાનજીની પ્રિય રાશિમાંથી એક છે. બજરંગ બલીના આશીર્વાદથી જ કુંભ રાશિના જાતકોને જીવનમાં કર્જ, ચિંતા અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યામાંથી મુક્તિ મળે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button