સ્પેશિયલ ફિચર્સ

શું તમને પણ દરવાજાની પાછળ કપડાં ટીંગાડવાની ટેવ છે? જાણી લો…

આપણામાંથી ઘણા લોકોને એવી ટેવ હોય છે કે રોજબરોજમાં પહેરવાના કપડાંના દરવાજાની પાછળ કે બાથરૂમમાં ખીંટીઓ પર કપડાં ટીંગાડી રાખવાની. જો તમને પણ આવી ટેવ છે તો આજની આ સ્ટોરી તમારા માટે જ છે. આ સ્ટોરી તમારે છેલ્લે સુધી વાંચી જવી પડશે કારણ કે તો જ તમે વાસ્તુશાસ્ત્રમાં આવું કરવું યોગ્ય માનવામાં આવે છે કે નહીં એ જાણી શકશો ને? ચાલો જાણીએ-

વાસ્તુશાત્રમાં કોઈ પણ વાસ્તુ એટલે બાંધકામ સંબંધિત વસ્તુઓના શુભ-અશુભ ફળ વિશે માહિતી આપવામાં આવી છે. એવું કહેવાય છે કે દરવાજાના ઉપરના ભાગમાં મા લક્ષ્મીનો વાસ હોય છે એટલે ક્યારેય દરવાજા પર ગંદા કે મેલા કપડાં ના લટકાવવા જોઈએ.

આપણ વાંચો: વાસ્તુશાસ્ત્ર પરંપરાનું અનેરું ઘરેણું…. વરંડો

દરવાજા પર કપડાં ના ટિંગાડવાની સાથે સાથે સાથે જ પૂર્વ અને ઉત્તર દિશામાં પણ કપડાં ટિંગાડવાનું શુભ માનવામાં આવતું નથી. એવું કહેવાય છે કે આવું કરવાથી ધનહાનિ થાય છે અને ઘરની સુખ-શાંતિ પણ હણાઈ જાય છે. એટલું જ નહીં જ નહીં આવું કરવાથી તમારી પ્રગતિનો માર્ગ પણ રૂંધાય છે..

જો તમે પણ ચાહો છો કે તમારા ઘરમાં સુખ-શાંતિ આવે, સફળતા મળે અને જીવનમાં તમારી પ્રગતિ થાય તો આજે જ કપડાંને દરવાજાની પાછળ ટિંગાડવાનું કે ઉત્તર, પૂર્વ દિશામાં કપડાં ટિંગાડવાનું ટાળવું જોઈએ.

ચોંકી ઉઠ્યાને આ માહિતી જાણીને? આજે જ આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમને પણ આવું કરતાં રોકો, જેથી તેઓ જીવનમાં ખુશહાલ રહે અને જીવનમાં સતત પ્રગતિ કરતાં રહે. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button